વક્ફ બોર્ડમાં પારદર્શકતાને લઈને આખરે કેન્દ્ર સરકાર તરફથી નવું બિલ લાવવામાં આવ્યં છે. આજે લોકસભામાં વક્ફ સંશોધન બિલ 2024 રજૂ કરવામાં આવ્યું. અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજૂએ આ બિલ લોકસભામાં રજૂ કર્યું. જેવું આ બિલ સદનના પટલ પર રજૂ કરાયું કે કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, સપાસહિત પ્રમુખ વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો. જ્યારે એનડીએમાં સામેલ જેડીયુએ આ બિલને સમર્થન આપ્યું. જેડીયુ સાંસદ લલન સિંહે કહ્યું કે આ બિલ ક્યાં મુસલમાન વિરોધી છે? મંદિર-સંસ્થામાં ફરક ખબર નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિલનું સમર્થન કરતા અલ્પસંખ્યક મામલાઓના મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું કે, આ  બિલથી કોઈ પણ ધાર્મિક સંસ્થાની સ્વતંત્રતામાં કોઈ હસ્તક્ષેપ નહીં હોય. કોઈના હક છીનવાની વાત તો ભૂલી જ જજો, આ બિલ તેવા લોકોને હક આપવા માટે લાવવામાં આવ્યું છે  જેમને ક્યારેય હક મળ્યા નથી. 



જેડીયુએ કર્યો સપોર્ટ
જેડીયુ નેતા  રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહે કહ્યું કે અનેક માનનીય સદસ્યોની વાત મે સાંભળી. જેડીયુ એક પાર્ટી છે. અમારે અમારી વાત કહેવી પડશે. અનેક સદસ્યોની વાત સાંભળી જેમ કે આ સંશોધન તો મુસલમાન વિરોધી છે, ક્યાંથી મુસલમાન વિરોધી છે? અહીં અયોધ્યા મંદિરનું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે, મંદિર અને સંસ્થામાં ફરક ખબર નથી. તમારી મસ્જિદને છેડછાડ કરવાનો પ્રયત્ન નથી થઈ રહ્યો, આ એક કાનૂનથી બનેલી સંસ્થા છે. 



પારદર્શકતા લાવવા માટે  કાયદો
લલન સિંહે  કહ્યું કે તે સંસ્થાને પારદર્શક બનાવવા માટે કાયદો બનાવવામાં આવી રહ્યો છે, કોઈ નિરંકુશ, કોઈ પણ કાનૂનથી વક્ફ બોર્ડ કોઈ કાયદાથી બનેલું છે, કાયદાથી બનેલી કોઈ પણ સંસ્થા નિરંકુશ હશે તો તેમાં સરકારને કાયદો બનાવવાનો હક છે. કોઈ ધર્મના નામે ભાગલા પડતા નથી. તેમણે કહ્યું કે આ અલ્પસંખ્યકોની વાત કરે છે, શીખોનું કત્લેઆમ કોણે કર્યું હતું. 



વક્ફ બિલ ફંડામેન્ટલ રાઈટ્સ પર હુમલો- વેણુગોપાલ
કોંગ્રેસના સાંસદ કે સી વેણુગોપાલે બિલ પર આપત્તિ જતાવતા કહ્યું કે આ બંધારણથી મળેલા ધાર્મિક સ્વતંત્રતાના હકનો ભંગ છે. આ બિલ ફંડામેન્ટલ રાઈટ્સ પર  હુમલો છે. તેમણે સવાલ કર્યો કે શં અયોધ્યાના મંદિરમાં કોઈ નોન હિન્દુ છે, શું કોઈ મંદિરની કમિટીમાં કોઈ બિન હિન્દુ છે. વેણુગોપાલે કહ્યું કે વક્ફ પણ એક ધાર્મિક સંસ્થા છે. આ સમાજને વહેંચવાની એક કોશિશ છે. 



તમે મુસલમાનોના દુશ્મન- ઓવૈસી
અસદુદ્દીન ઓવૈસીએ નિયમ 72(2) હેઠળ બિલ સામે વિરોધ નોંધાવતા કહ્યું કે બંધારણની મૂળ ભાવના પર હુમલો છે. તમે હિન્દુ સમગ્ર સંપત્તિ તમારા પુત્ર-પુત્રીના નામ પર કરી શકો છો પરંતુ અમે એ તૃતિયાંશ જ આપી શકીએ છીએ. હિન્દુ સંગઠન અને ગુરુદ્વાર પ્રબંધક કમિટીમાં અન્ય ધર્મોના સભ્યો સામેલ હોતા નથી તો વક્ફમાં કેમ. આ બિલ હિન્દુ અને મુસલમાનોમાં ભેદભાવ કરે છે. વક્ફ પ્રોપર્ટી પબ્લિક પ્રોપર્ટી નથી. આ સરકાર દરગાહ અને અન્ય સંપત્તિઓ લેવા માંગે છે. સરકાર કહે છે કે અમે મહિલાઓને આપી રહ્યા છે, મને વિશ્વાસ છે કે તમે  બિલ્કિસ  બાનો અને ઝકિયા ઝાફરીને મેમ્બર બનાવશો. તમે દેશને વહેંચવાનું કામ કરો છો. તમે મુસલમાનોના દુશ્મન છો.