Parliament Session: નાણામંત્રીનું મહત્વનું નિવેદન, કહ્યું- સરકાર ક્રિપ્ટોકરન્સી પર જલદી લાવશે બિલ
સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે.
નવી દિલ્હી: સંસદનું શિયાળુ સત્ર ગઈ કાલ 29મી નવેમ્બરથી શરૂ થઈ ગયું. આ સત્રની કાર્યવાહી દરમિાયન 12 સાંસદનો રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ સાંસદો પર ચોમાસુ સત્રમાં હંગામો કરવા બદલ આ કાર્યવાહી થઈ. પરંતુ હવે એવું મનાઈ રહ્યું છે કે સાંસદોનું આ સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે તે માટે સસ્પેન્ડેડ સાંસદોએ પોતાની ગેરવર્તણૂક માટે માફી માંગવી પડશે. શિયાળુ સત્રનો આજે બીજો દિવસ છે. બંને ગૃહોની કાર્યવાહી સવારે 11 વાગે શરૂ થઈ.
રાજ્યસભા આવતી કાલ સુધી સ્થગિત
સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે અમે બધા સાથે કામ કરવા માંગીએ છીએ. વિપક્ષનું હોવું પણ જરૂરી છે. હું નિવેદન કરવા માંગુ છું કે વિપક્ષે એક દિવસ માટે બાયકોટ કર્યો છે તો બંધ સુરક્ષા જેવું મહત્વનું બિલ એક દિવસ બાદ જ રજુ કરવામાં આવે. જ્યારે સદનમાં વિપક્ષની પણ હાજરી હોય. તેના પર સર્વસંમતિથી નિર્ણય લેતા રાજ્યસભા આવતી કાલ માટે સ્થગિત કરવામાં આવી છે. રાજ્યસભામાં આવતી કાલે બંધ સુરક્ષા બિલ રજુ કરવામાં આવશે. આ બાજુ લોકસભા 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
Parliament Session: હોબાળા વચ્ચે લોકસભા બાદ રાજ્યસભામાં પણ કૃષિ કાયદા પરત લેવા માટેનું બિલ પાસ
પાછું ખેંચાઈ શકે છે સસ્પેન્શન
સૂત્રોના જણાવ્યાં મુજબ હાલના સત્રથી સસ્પેન્ડ કરાયેલા રાજ્યસભાના 12 સાંસદો આજે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુ સાથે મુલાકાત કરી શકે છે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે સસ્પેન્ડેડ સાંસદ જો પોતાના વર્તન માટે માફી માંગે તો સસ્પેન્શન પાછું ખેંચાઈ શકે છે. જો કે વિપક્ષે તેને સરકારની તાનાશાહી અને ગળું ઘોંટનારું પગલું જણાવ્યું છે. આ મુદ્દે આજે કોંગ્રેસે વિપક્ષની બેઠક બોલાવી છે. જેમાં 15 પક્ષો સામેલ થઈ શકે છે. જો કે ટીએમસીએ પોતાને અલગ કર્યું છે. ટીએમસીએ અલગથી બેઠક બોલાવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube