આગ્રા `બસ હાઈજેક` કેસમાં નવો વળાંક, બસ ઉઠાવી જનારા ફાઈનાન્સ કંપનીના માણસો નીકળ્યા!
આગ્રા પોલીસે આજે વહેલી સવારે `હાઈજેક` થયેલી પેસેન્જર બસની ભાળ મેળવી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પોલીસે બસ ઝાંસી પાસેથી મળી આવી હોવાની જાણકારી આપી છે.
નવી દિલ્હી: આગ્રા (Agra) પોલીસે આજે વહેલી સવારે 'હાઈજેક' થયેલી પેસેન્જર બસની ભાળ મેળવી લીધી. પોલીસના જણાવ્યાં મુજબ બસમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. પોલીસે બસ ઝાંસી પાસેથી મળી આવી હોવાની જાણકારી આપી છે. આગ્રા એસએસપી બબલુકુમારે આ ઘટના અંગે જાણકારી આપતા કહ્યું કે તેમની ટીમે બસમાં સવાર મુસાફરો સાથે વાત કરીને આગળની કાર્યવાહીના આદેશ આપ્યા છે.
Corona Updates: થોડી રાહત બાદ દેશમાં અચાનક કોરોનાના કેસ વધ્યા, મૃત્યુના આંકડા પણ ચોંકાવનારા
આ બસના માલિકનું મંગળવારે અવસાન થઈ ગયું હતું. તેણે થોડા સમય પહેલા શ્રીરામ ફાઈનાન્સ પાસેથી લોન લઈને આ બસ ખરીદી હતી. જો કે તે હપ્તા ભરી શકતો નહતો. દેવામાં ડૂબી ગયો હતો.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube