નવી દિલ્હી : વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા દગાખોરો દેશને ચુનો ચોપડીને ભાગી ગયા એ પછી એક તપાસ સમિતિએ પાસપોર્ટ કાયદાને વધારે કડક બનાવવાનું સૂચન કર્યું છે. આ મામલે સમિતિએ ગૃહ મંત્રાલયને પોતાનો રિપોર્ટ પણ સોંપી દીધો છે. મેહુલ ચોકસી દ્વારા હાલમાં એન્ટિગુઆનું નાગરિકત્વ લઈ લેવામાં આવ્યું હોવાની માહિતી મળી હતી અને એ પછી આ સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિને એવા પાસપોર્ટ ધારકોના મામલા જોવાનું કહેવામાં આવ્યું છે જેમની પાસે બેવડું નાગરિકત્વ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આ સમિતિએ તપાસ કરીને પાસપોર્ટ કાયદામાં સંશોધનની ભલામણ કરી છે જેથી સમજીવિચારીને દેવું ન ચુકાવનારા લોકોને ભારત છોડવાથી અટકાવી શકાય. નોંધનીય છે કે મેહુલ ચોક્સીએ પંજાબ નેશનલ બેંક સાથે બે અરબ ડોલરની છેતરપિંડી કરી છે. 


સમિતિએ બીજા અનેક સૂચનો આપ્યા છે જેમાં ભારતીય નાગરિકત્વ ખેંચી લેવાનો પણ વિકલ્પ છે. આ સમિતિમાં ગૃહ અને વિદેશ મંત્રાલય સિવાય સીબીઆઈ, એન્ફોર્સમેન્ડ ડિરેક્ટોરેટ, ભારતીય રિઝર્વ બેંક તેમજ ઇન્ટેલિજન્સ બ્યુરોના પ્રતિનિધિ પણ શામેલ હતા. 


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...