પટિયાલાઃ એક તરફ જ્યાં દેશ કોરોનાના કહેર સામે લડી રહ્યો છે તો પંજાબના પટિયાલામાં નિહંગ શીખો (પરંપરાગત હથિયાર રાખતા અને લાંબી ખમીઝ પહેરતા શીખ)એ પોલીસ પર હુમલો કરી દીધો અને એક પોલીસકર્મીનો હાથ કાપી નાખ્યો છે. રવિવારે સવારે શાક માર્કેટની બહાર મેન ગેટ પર શીખોએ પોલીસ પર હુમલો કર્યો હતો. હુમલામાં બીજા પોલીસકર્મી પણ ઈજાગ્રસ્ત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના ડીજીપી દિનકર ગુપ્તાએ જણાવ્યું કે, હુમલામાં એએસઆઈ હરજીત સિંહનો હાથ કાપવામાં આવ્યો છે. ત્યારબાદ તેમને ચંડીગઢ પીજીઆઈમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલામાં અન્ય પોલીસ કર્મી અને માર્કેટ બોર્ડના અધિકારી ઈજાગ્રસ્ત થયા છે. આ મામલામાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી છે. 


કર્ફ્યૂનો પાસ દેખાડવા કહ્યું, મારી ટક્કર
પટિયાલાના વરિષ્ઠ પોલીસ ઓફિસર મનદીપ સિંહ સિદ્ધૂએ કહ્યું, તેણે (કર્ફ્યૂ)નો પાસ દેખાડવાનું કહેવામાં આવ્યું, પરંતુ તેણે પોતાની ગાડીથી દરવાજા અને ત્યાં લગાવવામાં આવેલા બેરિકેટ પર ટક્કર મારી દીધી. તેમણે કહ્યું કે, ત્યારબાદ આ લોકોએ ડ્યૂટી પર તૈનાત પોલીસકર્મી પર હુમલો કરી દીધો હતો. 


ઘટનાસ્થળ પર પહોંચ્યા એડીજીપી
સિદ્ધૂએ કહ્યું, તલવારથી એક સહાયક ડેપ્યુટી અધિકારી (એએસઆઈ)ના હાથ કાપી દેવામાં આવ્યો હતો. પટિયાલા સદર પોલીસ સ્ટેશનના પ્રભારીને કોણીમાં ઈજા થઈ છે જ્યારે એક અન્ય પોલીસ અધિકારીને હાથમાં પણ ઈજા પહોંચી છે. એએસઆઈને રાજેન્દ્ર હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યાંથી તેમને પીજીઆઈએમઈઆર ચંડીગઢ રેફર કરવામાં આવ્યા છે. 


કોરોનાઃ ભારતમાં છેલ્લા 24 કલાકમાં 909 નવા કેસ, 34 લોકોના મૃત્યુ  


એસએસપીએ કહ્યું કે, હુમલા બાદ નિહંગ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેની ધરપકડ માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે કોરોના વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખી રાજ્યમાં પ્રતિબંધો લાગૂ છે.એડીજીપી રાકેશ ચંદ્ર અને કમાન્ડો ફોર્સ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર