ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લામાં એક નશેડીની અજીબોગરીબ હરકતે મેડિકલ કોલેજના ડોક્ટરોની પરેશાની વધારી દીધી. સોમવારે રાતે મેડિકલ કોલેજની ઈમરજન્સીમાં પહોંચેલા એક યુવકે સ્થળ પર હાજર ડોક્ટરોને જણાવ્યું કે શૌચ કરતી વખતે સાપે તેના પ્રાઈવેટ પાર્ટ પર બચકું ભરી લીધુ અને પછી તે જ રસ્તે પેટની અંદર ઘૂસી ગયો. યુવકની બૂમાબૂમ સાંભળીને તેને ત્યાં દાખલ કરી લેવાયો અને બીજા દિવસે તેની તપાસ હાથ ધરાઈ. પરંતુ કશું નીકળ્યું નહીં. બીજા દિવસે સવારે પરિજનો તેને બીજી જગ્યાએ તપાસ કરાવવાની વાત કરીને રજા લેવડાવી લઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાત જાણે એમ હતી કે સોમવારે રાતે 8.15 વાગે દેહાત કોટવાલી વિસ્તારના બનિયાની પુરવા ગામના રહીશ મહેન્દ્ર (25)ને લઈને પરિવાર હરદોઈના મેડિકલ કોલેજ ઈમરજન્સીમાં પહોંચ્યા અને જણાવ્યું કે યુવક ખુલ્લામાં શૌચ કરવા ગયો હતો. ત્યાં શૌચ દરમિયાન તેને કાળા રંગના સાપે કરડી લીધુ અને પછી ઝેરીલું પ્રાણી પ્રાઈવેટ પાર્ટના રસ્તે પેટમાં ઘૂસી ગયું. 


કોરોના થયો છે તો આ 8 બીમારીઓ થવાનો સૌથી વધારે ખતરો; જાણો કારણ, બચવાના ઉપાયો


પૈસા કમાવવા માટે ગિગોલો બન્યા, પરંતુ પછી જે થયું...જાણીને હાજા ગગડી જશે, સાચવજો


ન્હાતી મહિલાને જોવા માટે બાથરૂમમાં ડોકિયા કરવાએ પ્રાઈવેસીનું ઉલ્લંઘન, કોર્ટનો ઓર્ડર


ઈમરજન્સીમાં રહેલા ડોક્ટરને પીડાઈ રહેલા યુવકે પણ આ જ વાત કરી. ડોક્ટરોએ તેના શરીરના તમામ ભાગનું ચેકઅપ કર્યું તો ખાસ કઈ નજરે ચડ્યું નહીં. પરંતુ પીડિતને ભરતી કરીને તેને દુખાવાની દવા આપી. મેડિકલ કોલેજના ઈમરજન્સીમાં તૈનાત ડોક્ટર શેર સિંહના જણાવ્યાં મુજબ યુવક સૂકા નશાનો આદી લાગતો હતો અને તેને નશામાં ક્યારેક ક્યારેક પેટમાં દુખાવો થવા લાગે છે. નશામાં તે આ પ્રકારની વાતો કરી રહ્યો હતો અને આ વાતો તેણે તેના પરિજનોને પણ જણાવી. 


ડરેલા પરિજનો અફરાતફરીમાં ઉપચાર માટે હોસ્પિટલ લાવ્યા. બીજા દિવસે જ્યારે સીટી સ્કેન કરાયું તો તે નોર્મલ આવ્યું હતું. ત્યારબાદ પરિજનો બહાર તપાસ કરવવાની વાત કરીને ડિસ્ચાર્જ કરાવી ગયા. તેમણે જણાવ્યું કે નશાખોરીના કારણે યુવક આ પ્રકારની વાતો કરતો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube