ઈસ્લામાબાદ: પાકિસ્તાનના(Pakistan) પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ (Nawaz Sharif) ની સારવાર કરી રહેલા ડોક્ટરોએ કહ્યું છે કે શરીફની હાલત ખુબ જ નાજુક છે અને તેમને સારવાર માટે આગામી 24 કલાકની અંદર જ વિદેશ લઈ જવા ખુબ જરૂરી છે. તેમનું કહેવું છે કે જો તેમાં મોડું થયું તો પૂર્વ વડાપ્રધાનના જીવને જોખમ ઊભું થઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સમાં એક બાજુ નવાઝ શરીફના સ્વાસ્થ્યને લઈને આ પ્રકારના રિપોર્ટ છે જ્યારે બીજી બાજુ તેમનું નામ વિદેશ જવા માટે પ્રતિબંધિત લોકોની સૂચિ એક્ઝિટ કંટ્રોલ લિસ્ટ (ઈસીએલ)માંથી કાઢવાને લઈને પાકિસ્તાનમાં ખુબ રાજકારણ રમાઈ રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં


સરકારે નવાઝ શરીફને ચાર અઠવાડિયા માટે સશર્ત વિદેશ જવાની મંજૂરી આપી છે . જેની વિરુદ્ધમાં નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગ-નવાઝે ગુરુવારે સાંજે લાહોરની હાઈકોર્ટમાં શરણ લીધી છે. હાઈકોર્ટે આ મામલાની સુનાવણી કરી અને તેને કાલ(શુક્રવાર) સુધી સ્થગિત કરી. 


લાહોર હાઈકોર્ટે મુસ્લિમ લીગ નવાઝ દ્વારા નવાઝ શરીફનું નામ કોઈ પણ શરત વગર ઈસીએલમાંથી કાઢવા માટેની અરજી પર સુનાવણી કરી. સરકારી વકીલે અરજીનો વિરોધ  કરતા કહ્યું કે નવાઝ શરીફ હમણા છૂટ્યા છે. કોર્ટે તેમને પૂછ્યું કે શું સરકાર પાસે તેનો અધિકાર છે કે તેઓ ઈસીએલમાંથી નામ કાઢવા માટે શરત લગાવે. કોર્ટે પૂછ્યું કે શું નવાઝ શરીફ સારવાર માટે વિદેશ જવા માંગે છે. જેના પર નવાઝ શરીફના વકીલે કહ્યું કે હાં જવા માંગે છે. પરંતુ તેમને તેમની મંજૂરી અપાય તો. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...