ઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં

પાકિસ્તાનમાં વિપક્ષી દળ જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (JUI-F) એ ઇસ્લામાબાદમાં ધરના સમાપ્ત કરતાં પોતાના પ્લાન 'બી' હેઠળ હવે આંદોલનને આખા પાકિસ્તાનમાં ફેલાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાન 'બી' હેઠળ બુધવારે પાર્ટી સભ્યોએ દેશમાં ઘણા રાજમાર્ગોને અસર પહોંચી છે. તેમાં બલોચિસ્તાનનું કારણ રાજકીય રીતે જરૂરી ક્વેટ-ચમન રાજમાર્ગ પણ સામેલ છે.

Dushyant karnal Dushyant karnal | Updated: Nov 14, 2019, 02:43 PM IST
ઇમરાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી, હવે આખા પાકિસ્તાનમાં યોજાયા ધરણાં

ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં વિપક્ષી દળ જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (JUI-F) એ ઇસ્લામાબાદમાં ધરના સમાપ્ત કરતાં પોતાના પ્લાન 'બી' હેઠળ હવે આંદોલનને આખા પાકિસ્તાનમાં ફેલાવવાનો નિર્ણય કર્યો છે. પ્લાન 'બી' હેઠળ બુધવારે પાર્ટી સભ્યોએ દેશમાં ઘણા રાજમાર્ગોને અસર પહોંચી છે. તેમાં બલોચિસ્તાનનું કારણ રાજકીય રીતે જરૂરી ક્વેટ-ચમન રાજમાર્ગ પણ સામેલ છે.

મૌલાના ફજલ ઉર-રહમાન (FAZL-UR-REHMAN) એ બુધવારે પ્રદર્શનકારીઓએન સંબિધિત કરતી વખતે ધરણા પુરા કરવાની જાહેરાત કરી. સાથે જ કહ્યું કે હવે આ ધરણા-પ્રદર્શન સમગ્ર દેશમાં થશે. તેમણે કહ્યું કે સરકાર ઇચ્છે છે કે અમે અહીં ઉભા થઇએ અને તેને શાંતિ મળે, પરંતુ હવે તેના માટે વધુ મુસીબત છે કારણ કે હવે ગલી-ગલી ફેલાઇશું. 

મહાન ગણિતજ્ઞ વશિષ્ઠ નારાયણ સિંહનું નિધન, આઇંસ્ટાઇનના સિદ્ધાંતને પડકાર્યો હતો

મૌલાના ફજલે કહ્યું ''હું પાકિસ્તાનના કરાંચીથી ગિલગિટ બાલ્ટિસ્તાન, થારપારકરથી ચિત્રાલ, ગ્વાદરથી લઇને કાશગર સુધી અપીલ કરું છું, જ્યાં પણ મારો અવાજ સાંભળવામાં આવી રહ્યો છે તેમને પણ કહું છું કે આંતરિયાળ વિસ્તારોથી પાકિસ્તાનીઓ જો તમે સામેલ થઇ ન શક્યા તો પોતાના વિસ્તારોમાં રોડ પર રસ્તા પર ઉતર્યા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. 

જમીયત ઉલેમાએ ઇસ્લામ-એફ (જેયૂઆઇ-એફ)ના પ્રમુખે કહ્યું કે આ વિરોધમાં મૂળ ઉદ્દેશ્ય હાલમાં શાસકોના દેશથી છુટકારો મેળવવો જોઇએ અને અમે આ હેતુથી એક ઇંચ પણ ડગવા માટે તૈયાર નથી. આ આંદોલન ચાલુ રહેશે. તમારે સરકાર પર દબાણ વધારવું પડશે, અને તેમને રાજીનામું આપવા અને દેશમાં ચૂંટણી કરાવવા માટે મજબૂર કરવા પડૅશે. અમે તેનાથી કંઇપણ ઓછું ઇચ્છતા નથી. 

સબરીમાલા: દેવતાનું ચરિત્ર બ્રહ્મચારી, આસ્થાના કારણે મહિલાઓના પ્રવેશનો થયો વિરોધ

મૌલાનાએ કહ્યું કે 'અમે આજે (બધુવારે) અહીંથી જશે અને તે સાથીઓને જળશે જે અન્ય જગ્યાએ રસ્તા બ્લોક કરી રહ્યા છે. પ્લાન બી હેઠળ સૂબામાં અમારા સાથી રસ્તા પર નિકળી ગયા છે. અમે ઢળતી દિવાલને એક ધક્કો આપીશું. આ પહેલાં બુધવારે જેયૂઆઇ-એફની કેંદ્વીય કાર્યસમિતિની બેઠક થઇ જેમાં ઇસ્લામાબાદમાં ધરણાની સમાપ્ત કરી પ્લાન બી મુજબ સમગ્ર દેશમાં ધરણા અને રસ્તા રોકવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 

Rafale Case Judgement: રાફેલ મામલે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો

જેયૂઆઇ-એફ ઇમરાન સરકાર પાસે રાજીનામાની માંગ કરી રહી છે. મૌલાના ફજલુર રહમાને સ્પષ્ટ કર્યું છે કે તેમને વડાપ્રધાન ઇમરાન ખાનના રાજીનામાથી ઓછું મંજૂર નથી. પાર્ટીએ 27 ઓક્ટોબરથી આઝાદી મોરચો કાઢવાનું શરૂ કર્યું હતું અને ગત 14 દિવસથી તેમના સભ્યો રાજધાની ઇસ્લામાબાદમાં ધરણા કરી રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube