શ્રીનગર: પીડીપી (PDP) અધ્યક્ષ મહેબૂબા મુફ્તીએ જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હા પાસે હૈદરપોરા એન્કાઉન્ટર પર માફીની માગણી કરી છે. મહેબૂબાએ કહ્યું કે માત્ર માફી પુરતી નથી, અથડામણમાં સામેલ લોકોને સજા પણ થવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહેબૂબાએ કાઢી વિરોધ માર્ચ
મહેબૂબા મુફ્તીએ રવિવારે ગુપકાર રોડ પર બનેલા પોતાના 'ફેરવ્યૂ' આવાસથી રાજભવન સુધી પાર્ટી કાર્યકરો સાથે વિરોધ માર્ચ કરી. તેમણે માગણી કરી કે અથડામણમાં માર્યા ગયેલા જમ્મુના રામબન નિવાસી આમિર માર્ગેનો મૃતદેહ પરિવારને પાછો આપે.


એલજી પાસે કરી માફીની માગણી
મહેબૂબાએ કહ્યું કે હૈદરપોરા અથડામણમાં નિર્દોષ લોકો માર્યા ગયા. ઉપરાજ્યપાલ એકીકૃત કમાનના પ્રમુખ છે આથી તેમણે માર્યા ગયેલા લોકોના પરિજનો પાસે માફી માંગવી જોઈએ. આ સાથે જ તેમના પરથી આતંકવાદી કે હાઈબ્રિડ આતંકવાદી કે આતંકવાદીઓના સહયોગી હોવાનો ધબ્બો હટાવવો જોઈએ. તેમણે આમિરનો મૃતદેહ પરત કરીને પરિજનોને વળતર આપવું જોઈએ અને કાશ્મીરના લોકોની માફી માંગવી જોઈએ. 


Big News: સિંઘુ બોર્ડર પર બેઠક બાદ ખેડૂતોની મોટી જાહેરાત, PM મોદી પાસે કરી આ માગણી


પીડીપી અધ્યક્ષે આ એન્કાઉન્ટરની ન્યાયિક તપાસની માગણી કરી. તેમણે કહ્યું કે ન્યાયિક તપાસ બાદ ઘટનામાં સામેલ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ. મહેબૂબાએ કહ્યું કે હૈદરપોરા એન્કાઉન્ટરની આ સમગ્ર ઘટના પર અનેક સવાલો ઉઠે છે. 


'RSS-BJP ના એજન્ડાને ચલાવવામાં આવે છે'
મહેબૂબાએ આરોપ લગાવ્યો કે દેશને ભાજપ-આરએસએસના એજન્ડા પર ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે 'અહીં કોઈ અધિકાર નથી. તેમણે કલમ 370ને હટાવીને બંધારણને કચડી નાખ્યું. દેશ કે જમ્મુ કાશ્મીર બંધારણ મુજબ નથી ચાલતા. તેને ભાજપ-આરએસએસના એજન્ડા હેઠળ ચલાવવામાં આવે છે. જેનો હેતુ અલ્પસંખ્યકોને કચડવાનો છે. અહીં વધુ ઉત્પીડન છે કારણ કે જમ્મુ કાશ્મીર મુસ્લિમ બહુમતી ધરાવતું રાજ્ય છે.' 


Saint Helena: આ છે વિશ્વની સૌથી સલામત જગ્યા! આજ સુધી અહીં કોરોના વાયરસ નથી પહોંચ્યો, જાણો શું છે તેની પાછળનું કારણ


મહેબૂબાએ કહ્યું કે 'તેમણે અહીં લોકતંત્રનો જનાજો કાઢ્યો છે. તેઓ કોઈને વાત કરવા, વિરોધ કરવાની મંજૂરી આપતા નથી. બધા દરવાજા બંધ કર્યા છે, આથી તેમણે આ ઉત્પીડન બદલ માફી માંગવી જોઈએ.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube