Saint Helena: આ છે વિશ્વની સૌથી સલામત જગ્યા! આજ સુધી અહીં કોરોના વાયરસ નથી પહોંચ્યો, જાણો શું છે તેની પાછળનું કારણ
અહીં તમને દુનિયાનાં એક એવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં આજ સુધી કોરોના મહામારી પહોંચી નથી.
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. કોરોના મહામારીને કારણે લાખો લોકોના મોત થયા છે. રોગચાળાનો સામનો કરવા માટે, વિશ્વના ઘણા દેશોએ લોકડાઉન લાગુ કરવું પડ્યું, જેના કારણે લોકોને પોતાના જ ઘરમાં કેદ થવાનો વારો આવ્યો. કોરોનાનાં કારણે વિશ્વની અર્થવ્યવસ્થાને મોટું નુકસાન થયું. બીજીબાજુ લાખો લોકોને પોતાની નોકરી ગુમાવવી પડી. પરંતુ આજે અહીં તમને દુનિયાનાં એક એવા સ્થળ વિશે જણાવવા જઈ રહ્યા છે, જ્યાં આજ સુધી કોરોના મહામારી પહોંચી નથી.
આ જગ્યાનું નામ સેન્ટ હેલેના આઈલેન્ડ છે અને અહીં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. એક રિપોર્ટમાં આ વાત કહેવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે, અહીં કોરોના નિયમોનું પાલન થતું નથી. અહીં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. આ ટાપુ પર કોઈ માસ્ક નથી પહેરતું અને કોઈ સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ નથી કરતું.
Ajab Gajab News: આ મંદિરમાં ભક્તો ભગવાનને લખે છે વિચિત્ર પત્ર, કારણ છે આશ્ચર્યજનક
જાણો શા માટે આ ટાપુ પ્રખ્યાત છે
કોરોનાથી બચવા માટે અહીંનાં લોકો માત્ર હાથ ધોવાની જરૂર પડે છે અને જો કોઈને ખાંસી આવે છે, તો તેઓ પોતાની કોણી વડે મોંઢુ ઢાંકી દે છે. આ સિવાય અહીંનાં લોકોને કંઈ ખાસ તકેદારી રાખવાની જરૂર નથી પડતી. કોરોના નામથી પણ ન હોવાના કારણે અહીં મોટી સંખ્યામાં પર્યટકો આવતા રહે છે. અહીંના લોકોને કોરોના મહામારીનો બિલકુલ પણ ડર નથી, તેઓ પહેલાની જેમ જ સામાન્ય રીતે પોતાનું જીવન જીવી રહ્યા છે.
યુકેમાં કોરોના મહામારીએ ભારે તબાહી મચાવી છે, પરંતુ આ ટાપુએ સાવધાનીપૂર્વક સંક્રમણને પ્રસરવા નથી દીધું. અહીં આવતા પ્રવાસીઓએ 72 કલાક પહેલા કોરોના નેગેટિવ રિપોર્ટ અને જતા પહેલા નેગેટિવ રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
આ ટાપુ માત્ર 120 ચોરસ કિમીમાં આવેલું છે. આ ટાપુ પર લોકોની વસ્તી લગભગ પાંચ હજાર જેટલી છે. નેપોલિયનના કારણે આ ટાપુ સૌથી વધુ પ્રખ્યાત છે. એવું કહેવાય છે કે નેપોલિયનનું મૃત્યુ 1821માં અહીં થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે