#9baje9mintues: ફટાકડા ફોડવાને લઈને સોશિયલ મીડિયા પર લોકોએ વ્યક્ત કરી નારાજગી
ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને જાણીતી હસ્તિઓએ પોતાના પરિવારના સભ્યોની સાથે મિણબત્તી, દીપા પ્રગટાવતી વીડિયો ક્લિપ અને પોતાની તસવીરો શેર કરી છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના '9 વાગે 9 મિનિટ'ના આહ્વાનનું પાલન કરતા લોકોએ પોતાના ઘરોમાં દીવા પ્રગટાવ્યા, જ્યાં કેટલાક લોકોએ પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી તો કેટલાક લોકોએ આ અવસર પર ફટાકડા ફોડનારની ટીકા કરી હતી.
ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને જાણીતી હસ્તિઓએ પોતાના પરિવારના સભ્યોની સાથે મિણબત્તી, દીપા પ્રગટાવતી વીડિયો ક્લિપ અને પોતાની તસવીરો શેર કરી છે. પરંતુ ફટાકડા ફોડવા પર નારાજગી વ્યક્ત કરતા ઘણા લોકોએ પોતાના વિચાર રાખ્યા છે.
સોશિયલ મીડિયા પર યૂઝરો રાત્રે ફટાકડા ફોડવા અને નારા લગાવનાર લોકોના વીડિયો અને તસવીરો શેર કરવા લાગ્યા હતા. અરૂણ કુમારે ટ્વીટર પર ફટાકડા ફોડનાર પર કટાક્ષ કરતા લખ્યું, કોરોના વાયરસના દેશમાં આગમનની ખુશી મનાવતા દેશવાસી. ખુબ સારૂ.
સંકલ્પની આગળ ફેલ થઈ અફવાઓ, દેશભરમાં 9 મિનિટમાં 32 હજાર મેગાવોટ વિજળીની થઈ બચત
દિવ્યાંગોના અધિકાર માટે કામ કરનાર નિપુણ મલ્હોત્રાએ લોકોને ફટાકડા ન ફોડવાનો આગ્રહ કર્યો અને તેમને યાદ અપાવ્યું કે, આ કોઈ ખુશીનો માહોલ નથી.
તેમણે લખ્યું, દીપ પ્રગટાવો, એકત્રિત રહો, પરંતુ ફટાકડા? ખરેખર? આ કોઈ પાર્ટી નથી.
કોરોના વાયરસના સંકટનો સામનો કરવામાં રાષ્ટ્રના સામુહિક સંકલ્પ અને એકતાને પ્રદર્શિત કરવા માટે વડાપ્રધાન મોદીની અપીલ પર રવિવારે રાત્રે 9 કલાકે નવ મિનિટ સુધી કરોડો દેશવાસિઓએ પોતાના ઘરની લાઇટ બંધ કરીને દીપા પ્રગટાવ્યા હતા. તો ઘણાએ મિણબત્તીની સાથે ફ્લેશલાઇટ પણ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર