મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનને શહેરની લાઈફલાઈન કહેવામાં આવે છે... તેને લઈને મુંબઈ હાઈકોર્ટની ટિપ્પણીએ ચોંકાવી દીધા છે... મુંબઈ હાઈકોર્ટે કહ્યું કે શહેરની લોકલ ટ્રેનમાં મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરતાં જોવા શરમજનક છે.... મુંબઈની લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી એટલે યુ્દ્ધ લડવા જેવું છે... ત્યારે કેમ હાઈકોર્ટે આવી ટિપ્પણી કરી?.... હાઈકોર્ટે રેલવે વિભાગને શું સલાહ આપી?... જોઈશું આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની લોકલમાં મુસાફરી કરવી યુદ્ધ સમાન છે
લાઈફલાઈન બની રહી છે મોતની લાઈન 
સરહદ કરતાં પણ વધુ લોકોના થાય છે મોત
પશુઓની જેમ લોકોને  જોવા શરમજનક છે


આ ટિપ્પણી કરી છે મુંબઈ હાઈકોર્ટે.... મુંબઈની લોકલ ટ્રેનમાં રોજેરોજ 5થી 7 લોકોના મોત થતાં હોવાની ચોંકાવનારી બાબતે સુનાવણી કરતાં હાઈકોર્ટે આ ટિપ્પણી કરી.... આ મામલે રેલવેને ઉચ્ચ સ્તરીય અભ્યાસ હાથ ધરવા નિષ્ણાતોની કમિટી તૈયાર  કરવાનું સૂચન કર્યુ.... 


મુંબઈ હાઈકોર્ટે રેલવેને ફટકાર લગાવતાં કહ્યું કે.. મુંબઈની લોકલ ટ્રેનમાં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે.... ઘણીવખત ખીચોખીચ ભરેલી ટ્રેનમાં મુસાફરો અકસ્માતનો ભોગ બને છે... મુસાફરોને પશુઓની જેમ મુસાફરી કરવા માટે મજબૂર કરવામાં આવે છે... જેના કારણે તેમનો પોતાનો જીવ ગુમાવવો પડી શકે છે... વર્ષ 2023માં 2590 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યો હતો... જેનો અર્થ એ થયો કે રોજના 7 મુસાફરો મોતને ભેટે છે..


રેલવેના પાટા ઓળંગવા, ચાલુ ટ્રેનમાંથી નીચે પડવું, ટ્રેન પ્લેટફોર્મ વચ્ચેનો ગેપ કે થાંભલાના કારણે દર વર્ષે 1895 લોકોના મોત થઈ રહ્યા છે.... એટલે સરકાર અને રેલવે વિભાગે આ અંગે ચોક્કસ કંઈક વિચારવાની જરૂર છે... કેમ કે...


મુંબઈમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 33.8 ટકા છે....
ન્યૂયોર્કમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 3.66 ટકા છે...
જ્યારે પેરિસની લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 1.46 ટકા છે...
તો લંડનમાં લોકલ ટ્રેનમાં મોતનો ટકાવારી દર 1.43 ટકા છે....


મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવો એ ખરેખર યુદ્ધમાં જોતરાવા જેવું છે... કેમ કે જેટલાં મુસાફરોની સંખ્યા હોય તેની સામે ટ્રેનની ફ્રીકવન્સી ઓછી છે.... એટલે ટ્રેન આવતાંની સાથે જ લોકો તેમાં બેસવા માટે ધક્કામુક્કી કરે છે.... જેમાં અનેક લોકો અકસ્માતનો ભોગ બને છે... ભારતીય સૈનિકોના વાર્ષિક મૃત્યુદર કરતાં પણ આ સંખ્યા વધુ હોવનો ખુલાસો થયો છે... રેલવેએ અપનાવેલા સલામતીના પગલાં રેલવેથી થતા મોતની સંખ્યા ઘટાડવામાં નિષ્ફળ ગયાનું કોર્ટે નોંધ્યું છે... ત્યારે આ અંગે નક્કર પગલાંની જરૂર છે... નહીં તો લોકો કમોતે મરતાં રહેશે અને તંત્ર માત્ર તમાશો બનીને જોતું રહેશે.... જે સ્વસ્થ સમાજ અને સ્વસ્થ દેશ માટે હાનિકારક છે..