નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ ભાગમાં શનિવારે ધામધૂમથી દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવી છે. લોકોએ દીવડા પ્રગટાવ્યા. આ પ્રસંગે ઈન્ડિયા ગેટ અને રાજપથને રોશનીથી જગમગી ઉઠ્યા હતા. તો સરાબોર નોર્થ બ્લોક, સાઉથ બ્લોક અને સંસદ ભવનને પણ રોશનીથી શણગારવામાં આવ્યા હતા. દેશના વિવિધ ભાગમાં પ્રતિબંધ છતાં ફટાકડા ફૂટ્યા હતા. એનજીટી દ્વારા ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવ્યા બાદ પણ દિલ્હી-એનસીઆરમાં દિવાળીની રાત્રે લોકોએ ખુબ ફટાકડા ફોડ્યા હતા. સંપૂર્ણ પ્રતિબંધ છતાં પણ અનેક જગ્યાએ લોકો ફટાકડા ફોડતા જોવા મળ્યા હતા. તો પોલીસે ફટાકડાના વેચાણ પર નોઇડામાં બે લોકોની ધરપકડ કરી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube