ભક્તોની આરાધનાથી ખુશ થઇને ભગવાને ખોલી દીધી આંખો! આ મંદિર થયો ચમત્કાર
કેરળના કોઈમ્બતુરમાં આજે એક ચમત્કાર જેવી ઘટના સામે આવી છે. લોકોનો દાવો છે કે કોઈમ્બતુરમાં ભગવાન અયપ્પાની મૂર્તિની આંખો ખુલી અને બંધ થઈ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ આ ચમત્કારિક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
કોઈમ્બતુરઃ કેરળના કોઈમ્બતુરમાં આજે એક ચમત્કાર જેવી ઘટના સામે આવી છે. લોકોનો દાવો છે કે કોઈમ્બતુરમાં ભગવાન અયપ્પાની મૂર્તિની આંખો ખુલી અને બંધ થઈ. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ આ ચમત્કારિક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે. પરંતુ આ ઘટનાને લગતો કોઈ વીડિયો હજુ સુધી સોશિયલ મીડિયા પર જોવા મળ્યો નથી.
કેરળના કોઈમ્બતુરમાં થયો ચમત્કાર!
એવા સમાચારો પણ સામે આવ્યા છે કે ભગવાનની મૂર્તિ પૂજા સ્થાન કે મંદિરમાં દૂધ પીવા લાગી કે મૂર્તિમાંથી અવાજ આવવા લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર, કેરળના કોઈમ્બતુરમાં કંઈક આવું જ થયું છે. લોકોએ દાવો કર્યો કે મૂર્તિની આંખો ખુલી અને બંધ થઈ રહી છે. આ ઘટના ત્યારે બની જ્યારે મૂર્તિ પર ઘીનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો. અભિષેક દરમિયાન, મૂર્તિએ તેની આંખો ખોલી દીધી.
સામે આવ્યો સાપના બાળકના જન્મનો વીડિયો, સોશિયલ મીડિયા પર થઇ રહ્યો છે વાયરલ
મંદિરમાં ત્રણ હજારથી વધુ ભક્તો હતા
પીટીઆઈના રિપોર્ટમાં કથિત વીડિયો અને તેના પર લોકો દ્વારા કરવામાં આવી રહેલા દાવાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે શનિવારે અહીં સ્થિત મણિકંદસ્વામી મંદિરમાં પૂજા થઈ રહી હતી. આ પૂજામાં 3000 થી વધુ ભક્તો જોડાયા હતા. એવું કહેવામાં આવ્યું છે કે મંદિરમાં 40મી વાર્ષિક પૂજા થઈ રહી હતી. આ દરમિયાન અયપ્પા સ્વામીની મૂર્તિ પર ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો.
ઘી રેડતા જ મૂર્તિની આંખો ખુલી ગઈ
મૂર્તિને વિશેષ પુષ્પાંજલિ સાથે વૃદ્ધ ભક્તોએ તેના પર રિવાજ મુજબ ઘી રેડ્યું અને ત્યારે જ મૂર્તિની આંખો ખુલી. આંખો ખોલ્યા પછી તે પણ બંધ થઈ ગઈ. અહીં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ત્યાં હાજર લોકોએ આ ચમત્કારિક ઘટનાનો વીડિયો પણ બનાવ્યો છે.
આમ ચાર કરતાં વધુ વાર થયું
ત્યાં હાજર લોકોએ કહ્યું કે મૂર્તિએ ચારથી વધુ વખત આંખો બંધ કરી અને ખોલી. જેને પણ આ ઘટનાની જાણ થઈ તે ઘટનાના પ્રત્યક્ષદર્શી બનવા મંદિરે પહોંચી ગયા. આ ઘટના બાદ મંદિરમાં લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube