100 વર્ષ બાદ દશેરા પર દુર્લભ સંયોગ, 3 રાશિવાળાને થશે 10 ગણો લાભ! આકસ્મિક ધનલાભથી વિરોધીઓની આંખો પહોળી થશે

આ વખતે દશેરા 12 ઓક્ટોબરના રોજ ઉજવાશે. 9 દિવસ પોતાના ભક્તો વચ્ચે રહીને માતા દુર્ગા પ્રસ્થાન કરે છે. દુર્ગા પ્રતિમાઓનું વિસર્જન થાય છે. બદીના પ્રતિક એવા રાવણના પુતળાનું દહન થાય છે. આ વર્ષે દશેરાનો પર્વ ધાર્મિકની સાથે સાથે જ્યોતિષીય દ્રષ્ટિથી પણ ખુબ મહત્વ ધરાવે છે. કારણ કે દશેરાના દિવસે ગ્રહોની સ્થિતિ ખુબ શુભ યોગ બનાવી રહી છે. 

2 રાજયોગ ભાગ્ય બદલશે

1/5
image

12 ઓક્ટોબર 2024ના રોજ દશેરાના દિવસે શુક્ર ગ્રહ પોતાની તુલા રાશિમાં રહેશે. જેનાથી માલવ્ય રાજયોગ બને છે. જ્યારે કર્મફળદાતા શનિ પણ પોતાની જ રાશિ કુંભમાં રહીને શશ રાજયોગ બનાવી રહ્યા છે. આ બંને રાજયોગનું ખુબ જ શુભ ફળ 3 રાશિવાળાને મળશે. તેમનું ભાગ્ય ચમકશે અને સાથે સાથે કરિયર અને કારોબારમાં પ્રગતિ થઈ શકે છે. વૈદિક જ્યોતિષ મુજબ 100 વર્ષ બાદ આ રીતે દશેરા પર દુર્લભ રાજયોગનો સંયોગ છે. જેનાથી કેટલાક રાશિવાળાના અચ્છે દિન શરૂ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે...

મકર રાશિ

2/5
image

મકર રાશિવાળા માટે શશ અને માલવ્ય રાજયોગ લાભકારી સિદ્ધ થઈ શકે છે. કારણ કે શનિદેવ તમારી રાશિથી ધન ભાવ પર જ્યારે શુક્ર ગ્રહ કર્મ ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ થઈ શકે છે. આ સાથે જ કામકાજના ક્ષેત્રે પ્રગતિ થઈ શકે છે. ધનવૃદ્ધિ થતી જશે અને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાના યોગ છે. વેપારીઓ લાભ રળી શકે છે જેનાથી તેમને ખુબ સંતોષ પણ થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે.   

તુલા રાશિ

3/5
image

શશ અને માલવ્ય રાજયોગ બનવાથી તુલા રાશિવાળાના સારા દિવસો શરૂ થઈ શકે છે. કારણ કે શનિ પોતાની રાશિથી પંચમ ભાવ પર જ્યારે શુક્ર ગ્રહ તમારી ગોચર કુંડળીના લગ્ન ભાવમાં ગોચર કરશે. આથી આ દરમિયાન તમને સંતાન સંબંધિત સારા સમાચાર મળી શકે છે. આ સાથે જ તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે. આ સમય દરમિયાન આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો થઈ શકે છે. કરજમાંથી મુક્તિ મળી શકે છે. જો તમે કોઈ નવી નોકરીની યોજના ઘડી રહ્યા હોવ તો આ સમય દરમિયાન તમને મનપસંદ નોકરી મળવાની પ્રબળ શક્યતા છે. જો તમારો પ્રેમ સંબંધ ચાલતો હશે તો તેમાં સફળતા મળી શકે છે. પરિણીત લોકોનું ગૃહસ્થ જીવન પણ શાનદાર રહેશે. 

વૃષભ રાશિ

4/5
image

શશ અને માલવ્ય રાજયોગનું બનવું એ વૃષભ રાશિવાળા માટે અનુકૂળ સિદ્ધ થઈ શકે છે. કારણ કે શુક્ર ગ્રહ તમારી રાશિથી છઠ્ઠા સ્થાને જ્યારે શનિ દેવ કર્મ ભાવ પર ગોચર કરી રહ્યા છે. આથી આ દરમિયાન તમને કોર્ટ  કચેરીના કામોમાં સફળતા મળી શકે છે. બેરોજગારોને નોકરી મળી શકે છે. શિક્ષણ ક્ષેત્રે અપાર સફળતા મળી શકે છે. જાતકોનું સાહસ અને પરાક્રમ વધશે જેના દમ પર અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી શકો છો. ભાગ્યનો સાથ મળશે જે ઈચ્છાપૂર્તિ કરનારો રહેશે. 

Disclaimer:

5/5
image

અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.