ઇન્દોર: પૂર્વ લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજન (Sumitra mahajan)ને ભલે કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવ્યા નથી. તેમ છતાં મધ્ય પ્રેદશના નેતાઓએ તેમને તેની શુભેચ્છાઓ પાઠવી છે. તો કેટલાક લોક સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનવા પર સોશિયલ મીડિયા પર શુભેચ્છાઓ પાઠવી રહ્યાં છે. ઉજ્જૈનથી પૂર્વસ સાંસદ અને ભાજપ પ્રવક્તા ચિન્તામણ માલવીયાએ ફેસબુક અને ટ્વિટર પર તાઇને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવ પર શુભેચ્છાઓ પાઠવી છે. જો કે, ભૂલનો અનુભવ થતા શુભેચ્છા સંદેશ હટાવી દીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો


યુવા મોર્ચાના પ્રદેશ અધ્યક્ષ અભિલાષ પાંડ્યેએ પણ સુમિત્રા મહાજનને મહારાષ્ટ્રના રાજ્યપાલ બનાવા પર શુભેચ્છા પાઠવી હતી. મીડિયા પૈનલિસ્ટ નેહા બગ્ગાએ પણ તાઇને શુભેચ્છા પાઠવી હતી.


વધુમાં વાંચો: દરિયાની જ નહીં હવે પર્યાવરણની પણ રક્ષા કરશે નૌકાદળ, જાણો કઇ રીતે...


અહીં તમને જણાવી દઇએ કે, સુમિત્રા મહજારન 16મી લોકસભામાં લોકસભા અધ્યક્ષ હતા અને આ વખતે તેઓઓ ચૂંટણી લડ્યા નથી. પરંપરાગત ભારતીય મહિલાની છબીવાળી સુમિત્રા મહાજનને દરેક દળના લોક તાઇ કહીં બોલાવે છે. મરાઠીમાં મોટી બહેનને તાઇ કહેવામાં આવે છે અને રાજકીય ગલિયારોમાં સુમિત્રા મહાજનને તાઇના નામથી સંબોધિત કરવાનું તેમના પ્રતિ રાજકીય દળ અને તેમના સમર્થકોના સન્માનનું પ્રતીક છે. મીરા કુમાર બાદ બીજી મહિલા તરીકે લોકસભા અધ્યક્ષની પ્રતિષ્ઠિત પદ સંભાળનાર સુમિત્રા મહાજન મધ્ય પ્રદેશની રાજનીતિનું એક મોટું નામ રહી છે.


વધુમાં વાંચો: EID 2019: દેશભરમાં ઊજવાઈ રહી છે ઈદ, રાષ્ટ્રપતિએ લોકોને પાઠવી શુભેચ્છાઓ


ઇન્દોર લોકસભા સીટથી સતત 8 વખત જીત્યાં
તાઇએ તેમની ઉપલબ્ધિઓથી તેમના લોકસભા ક્ષેત્ર ઇન્દોરને ગૌરવાન્વિત કર્યું અને ઇન્દોરે પણ સતત 8 લખત ચૂંટણી જીતાડી તેમને સ્ન્હનું પ્રતિદાન કર્યુ છે. તેમની ચૂંટણી ઉપલબ્ધિઓની વાત કરીએ તો સતત એક બેઠકથી 8 વખત જીત નોંધાવનાર દેશની પ્રથમ મહિલા સાંસદ છે. 2014ની ચૂંટણીમાં સુમિત્રા મહાજનની 4 લાખ 66 હજાર 901 મતથી જીત મધ્ય પ્રદેશ કોઇ પણ ઉમેદવારની સૌથી મોટી જીત છે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...