ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો

આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda) ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલામાં ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ઘટનાને અલકાયદાના આતંકવાદીઓ પોતાને ચલાવશે નહીં.

ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાનું પ્લાનિંગ કરી રહ્યું છે અલકાયદા: સૂત્રો

નવી દિલ્હી: આતંકવાદી સંગઠન અલકાયદા (Al-Qaeda) ભારતમાં મોટો હુમલો કરવાની તૈયારીમાં છે. આ હુમલામાં ભારતના મોટા લશ્કરી બેઝને ઉડાવવાની તૈયારી કરી રહ્યાં છે. આ ઘટનાને અલકાયદાના આતંકવાદીઓ પોતાને ચલાવશે નહીં. અલકાયદાએ આ ઘટનાને અંજામ સુધી પહોંચાડવાની જવાબદારી આતંકવાદી અબ્દુલ્લા અલ્હંદને સૌંપી છે. સૂત્રોનું કહેવું છે કે, ભારતના કોઇ લશ્કરી બેઝમાં આત્મઘાતી હુમલો કરવાની તૈયારી છે.

સૂત્રો પાસેથી મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે, આ ઘટનાને અંજામ સુધી પહોંચાડવામાં જૈશ-એ-મોહમ્મદ પણ મદદ કરી રહ્યું છે. જો કે, આતંકવાદી આ ઘટનાને અંજામ સુધી પહોંચાડી દે છે તો અલકાયદા તેની જવાબદારી સ્વીકારશે.

આ ગુપ્ત સૂચના બાદ ભારતના લશ્કરી બેઝમાં એલર્ટ પર રહેવાનું કહવામાં આવ્યું છે. ખાસ સુરક્ષાનું ધ્યાન રાખવા કહેવામાં આવ્યું છે. લશ્કરી બેઝમાં આવતા જતા લોકો પર નજર રાખવામાં આવી રહી છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news