નવી દિલ્હી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)એ મંગળવારે કહ્યું કે લોકોને આશા છે કે મોદી સરકાર રામ મંદિરના નિર્માણનું પોતાનું વચન પોતાના કાર્યકાળમાં પૂરું કરશે. કારણ કે ભાજપ આ માટે દરેક સંભવ કોશિશ કરવાનું વચન આપીને 2014માં સત્તા પર આવ્યો હતો. સંઘના સહ સરકાર્યવાહક દત્તાત્રેય હોસબાલેએ આ પ્રતિક્રિયા રામ મંદિર પર વડાપ્રધાનની ટિપ્પણી બાદ આપી. વાત જાણે એમ છે કે પીએમ મોદીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થતા જ રામ મંદિરના નિર્માણ મામલે સરકાર કોઈ પગલું ભરશે. વડાપ્રધાન મોદીના આ નિવેદનને આરએસએસએ સકારાત્મક પગલું પણ ગણાવ્યું છે. સંઘે કહ્યું કે શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 2014ના ભાજપના ચૂંટણી ઢંઢેરામાં અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે બંધારણની મર્યાદામાં રહીને તમામ શક્ય પ્રયત્નો કરવાનું વચન અપાયું હતું. ભારતની જનતાએ તેમના પર વિશ્વાસ મૂકીને ભાજપને બહુમત આપ્યો હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે રામ મંદિર પર સુપ્રીમ કોર્ટમાં ચાર જાન્યુઆરીએ સુનાવણીનો થવાની છે. આ બાજુ આરએસએસ અને તેની સાથે જોડાયેલા સંગઠનો સહિત હિંદુત્વ સંગઠનો તથા ભાજપ અને તેની સહયોગી પાર્ટી શિવસેના રામ મંદિરના ઝડપથી નિર્માણ માટે વટહુકમ લાવવાનું સમર્થન કરી રહી છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...