નવી દિલ્હીઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019 પરિણામમાં ત્રિશંકુ વિધાનસભા બનતી જોવા મળી રહી છે. સાંજે 6 વાગ્યા સુધીના પરિણામ અનુસાર વિધાનસભાની 90 બેઠકમાંથી ભાજપને 40, કોંગ્રેસને 31 અને જનનાગક જનતા પાર્ટીને 10 બેઠક મળી રહી છે. આ સાથે જ 7 અપક્ષ ઉપરાંત હરિયાણા લોકહિત પાર્ટીને 1 અને ઈન્ડિયન નેશનલ લોક દલને 1 બેઠક મળી રહી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કુમારી શૈલજાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, હરિયાણાની પ્રજાએ ભાજપને બોધપાઠ ભણાવી દીધો છે. પ્રજાએ તેમનો ભ્રમ તોડી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈલજાએ જણાવ્યું કે, "હરિયાણામાં કોંગ્રેસ સરકાર બનાવવા જઈ રહી છે એમાં બે મત નથી. ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ પર ચૂંટણી લડી હતી. હરિયાણાના મુળ મુદ્દા જનતાના હતા. પાર્ટી તેને ભુલી ગઈ. જેનો જવાબ તેમને મળ્યો છે. એ સાચું નથી કે કોંગ્રેસે હરિયાણામાં મોડેથી નિર્ણય લીધો હતો, પરંતુ યોગ્ય સમયે નિર્ણય લીધો તેના કારણે સારું પરિણામ આવ્યું છે."


મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે


આ અગાઉ કોંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપિંદર સિંહ હુડાએ ચૂંટણી પરિણામ અંગે કહ્યું કે, "હરિયાણાની જનતાએ યોગ્ય જનાદેશ આપ્યો છે, જે ભાજપ સરકારના વિરુદ્ધમાં છે. હરિયાણાની જનતાનો આભાર. જે લોકો 75 પારનો નારો લગાવતા હતા તે આજે 30-35 વચ્ચે અટકી ગયા છે. જેજેપી, અપક્ષ, આઈએનએલડી સહિતની જેટલી પાર્ટીઓને પ્રજાનો આશિર્વાદ મળ્યો છે તે ખટ્ટર સરકારના વિરુદ્ધ છે. હું અપીલ કરું છું કે તેઓ અમારી સાથે આવે અને ભાજપ સામે એક મજબૂત સરકાર બનાવે."


હરિયાણા વિધાનસભા ચૂંટણી-2019 : જાણો કયા દિગ્ગજનો થયો વિજય અને કોનો પરાજય


ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ ભાજપ પર હોર્સ ટ્રેડિંગનો પણ આરોપ લગાવ્યો છે. ભાજપ વિરોધી પક્ષો અમારી સાથે આવે, સૌને સન્માન મળશે. 


હરિયાણામાં JJP બની કિંગ મેકર, દુષ્યંત ચૌટાલાએ કહ્યું સત્તાની ચાવી અમારા હાથમાં'


ભાજપ પ્રદેશ અધ્યક્ષનું રાજીનામું 
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં મતગણતરી ચાલુ છે. ભાજપ આશા અનુસાર પ્રદર્શન કરી શકી નથી. આ દરમિયાન હરિયાણા ભાજપના અધ્યક્ષ સુભાષ બરાલાએ રાજીનામું આપી દીધું છે. સૂત્રો અનુસાર તેમણે પોતાનું રાજીનામું પાર્ટી અધ્યક્ષ અમિત શાહને આપી દીધું છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....