મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે અને હવે તે ભાજપ સાથે ભાવ-તાલની સ્થિતિમાં આવી ગઈ છે. 

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામ 2019 : 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે શિવસેના- ઉદ્ધવ ઠાકરે

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ આવ્યા પછી અહીંના રાજકારણમાં એક ટ્વિસ્ટ જોવા મળી રહી છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પરિણામ આવ્યા પછી પોતાની પ્રથમ પ્રતિક્રકિયામાં જણાવ્યું છે કે, 50-50 ફોર્મ્યુલા સિવાય બીજી કોઈ વાત કરશે નહીં. હકીકતમાં મહારાષ્ટ્ર ચૂંટણીમાં અત્યારે મતગણતરી ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના પરિણામ મુજબ ભાજપ+શિવસેના ગઠબંધનના ખાતામાં 159 સીટ આવી રહી છે. 

જેમાં શિવસેના 58 અને ભાજપને 101 બેઠક મળે એમ દેખાઈ રહ્યું છે. આ વાતને જોતાં શિવસેનાનું પલડું ભારે થઈ ગયું છે અને હવે તે ભાજપ સાથે ભાવ-તાલની સ્થિતિમાં આવી ગઈ છે. 

ઉદ્ધવ ઠાકરેએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન 50-50 ફોર્મ્યુલા નક્કી થઈ હતી, જેના પર શિવસેના અડગ છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પાર્ટી 50-50 ફોર્મ્યુલાથી નમતું નહીં ઝોખે. ઠાકરેએ જણાવ્યું કે, લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી. 

ઠાકરેએ મહારાષ્ટ્રની પ્રાજનો આભાર માનતા જણાવ્યું કે, મહારાષ્ટ્રની પ્રજાએ જાગૃત થઈને મતદાન કર્યું છે. મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ભેગામળીને સરકાર બનાવશે. ભાજપના અધ્યક્ષ અમિત શાહ સાથે લોકસભા ચૂંટણી દરમિયાન આ ફોર્મ્યુલા નક્કી થઈ હતી અને તે અમલમાં છે. મહારાષ્ટ્રમાં હવે મુખ્યમંત્રી કોણ બને છે એ જોવાનું છે. જોકે, ઉદ્ધવે એક વાત સ્પષ્ટ કરી દીધી કે તેઓ કોંગ્રેસ-એનસીપી સાથે ગઠબંધન નહીં કરે. ઉદ્ધવે વધુમાં કહ્યું કે, દરેક વખત ભાજપનો પ્રસ્તાવ માનવામાં નહીં આવે. નાના ભાઈ-મોટાભાઈનો કોઈ ફરક નથી. 

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આવેલા મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકના પરિણામમાં કોંગ્રેસ+એનસીપી ગઠબંધન 108 સીટ પર આગળ છે. આથી એક વિકલ્પ તરીકે શિવસેના પોતાની શરત પર એનસીપી અને કોંગ્રેસ સાથે ભેગામળીને સરકાર બનાવી શકે છે. આ સ્થિતિને જોતાં જ શિવસેના ભાજપ પાસે પોતાની શરતો મનાવવા માગી રહી છે. શવિસેના આદિત્ય ઠાકરેને મુખ્યમંત્રી બનાવવાની જીદ પર અડી શકે છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news