નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીના ઉત્તર-પૂર્વી વિસ્તારમાં ત્રણ દિવસ સુધી થયેલી હિંસા પર મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ તોફાન દિલ્હીવાસી નહીં પરંતુ બહારના અને કેટલાક રાજકીય લોકોએ ફેલાવી જે નફરતની રાજનીતિ કરવા ઈચ્છે છે. સીએમ કેજરીવાલે કહ્યું કે, આ હિંસાથી સૌથી વધુ નુકસાન દિલ્હીનું થયું છે અને તેથી તેણે હિંસાને નહીં રાજધાનીના વિકાસને પસંદ કરવો જોઈએ. દિલ્હી વિધાનસભામાં ચર્ચા દરમિયાન તેમણે હિંસામાં શહીદ થયેલા હેડ કોન્સ્ટેબલ રતન લાલના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ જાહેરાત કરી હતી. તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદની પણ જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બહારના લોકોએ ફેલાવી હિંસા, બધાને થયું નુકસાન
સીએમે કહ્યું, 'દિલ્હીના લોકોને શાંતિ પસંદ છે. અહીં દાયકાઓથી બધા ધર્મ તથા જાતિના લોકો ભાઈચારાની સાથે રહે છે. અમને આવા હિંસા તોફાનો જોતા નથી. આપણે દિલ્હીને સુંદર બનાવવાનું છે.' કેજરીવાલે આગળ કહ્યું, 'આ હિંસા દિલ્હીના સામાન્ય લોકોએ કરી નથી. આ કેટલાક બાહરી, રાજકીય, ઉપદ્રવી અને અસામાજિક તત્વોએ કરી છે.' તેમણે કહ્યું કે, આ હિંસામાં હિન્દુ અને મુસલમાન બંન્નેને નુકસાન થયું છે અને તેથી હિંસા નહીં પરંતુ વિકાસના માર્ગે આગળ વધવુ છે.


દિલ્હી હિંસાઃ ભાજપના નેતા અનુરાગ ઠાકુર, કપિલ મિશ્રા અને પ્રવેશ વર્મા પર FIR નોંધવા હાઈકોર્ટનો આદેશ  

નફરત છોડી દિલ્હીનો વિકાસ કરો
સીએમે દિલ્હીના લોકોને અપીલ કરી છે કે રાજધાનીનું સૂવર્ણ ભવિષ્ય બનાવવા માટે એક થાય. તેમણે કહ્યું, 'સમય આવી ગયો છે કે દેશને કહેવું છે કે બસ ઘણું થયું. નફરતની રાજનીતિનો સ્વીકાર થશે નહીં. ભાઈને ભાઈ સાથે લડાવવા, તોફાનો કરાવવાની રાજનીતિ થશે નહીં.' તેમણે આગળ કહ્યું, 'તોફાનો વચ્ચે કેટલિક સારી તસવીરો પણ સામે આવી છે. હિન્દુ વિસ્તારમાં મુસલમાનોને બચાવ્યા, મુસલમાન વિસ્તારમાં એક હિન્દુ પરિવારને બચાવ્યો. આ દિલ્હી વાળા આ સામાન્ય દિલ્હીના નાગરિક છે આપણું ભવિષ્ય તેનાથી આગળ વધશે.'


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...