નવી દિલ્હી: જો તમે જીવનમાં કેટલાક કારણોસર વધારે ભણી નથી શક્યા અને કોરોના કાળમાં તમે રોજગારને લઈને પરેશાન છો તો આજે અમે તમને કેટલાક વિકલ્પો વિશે જણાવીશું. કેન્દ્ર સરકારની એવી કેટલીક યોજનાઓ છે (Employment Schemes of Central Government), જેનો ફાયદો આપ લઈને કામ શરૂ કરી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 પાસ પણ કરી શકે છે અપલાઈ
મળેલી માહિતી અનુસાર 8 પાસથી 12 પાસના લોકો કેન્દ્ર સરકારની આ યોજનાનો  (Employment Schemes of Central Government) લાભ લઈ શકે છે. સરકાર ના માત્ર આ યોજનાઓ માટે રૂપિયા આપે છે પણ વેપારને શરૂ કરવા માટે ટ્રેનિંગ પણ આપે છે. આ યોજનાઓનો લાભ લઈને આપ ના માત્ર રૂપિયા કમાઈ શકો છો પણ અન્ય લોકોને પણ કામ આપી શકો છો. ચાલો જાણીએ કઈ યોજનાઓનો શું લાભ મળે છે.

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?


પીએમ સ્વનિધિ યોજના (PM Svanidhi Scheme)
આ યોજના અંતર્ગત સરકાર 10 હજાર રૂપિયાનો લોન આપે છે. આ અંતર્ગત સરકાર નિયમિત રૂપથી હિસાબ ચુકાવવા અને ડિજિટલ લેણેદેણને પ્રોત્સાહિત કરે છે.

યોગ્યતા: આ યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. જો તમે ફેરિયા છો,  તો તમારી પાસે શહેરી સ્થાનિક સંસ્થા (ULB) દ્વારા જાહેર કરાયેલા વેન્ડિંગ સર્ટિફિકેટ અથવા ઓળખ કાર્ડ હોવું આવશ્યક છે. જેમને વેન્ડિંગ સર્ટિફિકેટ મળ્યું નથી તેઓ પણ તેનો લાભ લઈ શકે છે.


પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
આ યોજના હેઠળ યુવાનોને કૌશલ્ય વિકાસની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ લઈને, તમે ગમે ત્યાં રોજગાર મેળવી શકો છો અથવા તમારો પોતાનો ઉદ્યોગ શરૂ કરી શકો છો.

યોગ્યતા: આ યોજનાનો લાભ લેવા માટે તમારે ભારતીય નાગરિક હોવું આવશ્યક છે. 10મા કે 12મા વર્ગ છોડીને જતા યુવકો અથવા 10 પાસ વિદ્યાર્થીઓ પોતાની કુશળતા વિકસાવવા માટે PMKVYમાં નોંધણી કરાવી શકે છે. આ તાલીમ લેવા માટે સરકારે 18-45 વર્ષની ઉંમર નક્કી કરી છે.

Jio ના આ Prepaid Plans થી Vi અને Airtel ને ચટાડી ધૂળ, ઓછા રૂપિયામાં આપી રહ્યું છે આટલું બધું


મનરેગા યોજના (MGNREGA Scheme)
આ યોજના હેઠળ, કુટુંબ દીઠ વાર્ષિક 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી છે. તે યોજના હેઠળ અરજીની તારીખથી 15 દિવસની અંદર કામ મેળવવા માટે હકદાર છે.

યોગ્યતા: અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ. તેની ઉંમર 18 વર્ષથી ઉપર હોવી જોઈએ અને ગ્રામીણ વિસ્તારમાં રહેવો જોઈએ.


પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ
આ યોજના હેઠળ, સરકાર દ્વારા નવા સાહસો સ્થાપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એન્ટરપ્રાઈઝ સ્થાપવા માટે 10 લાખ અને બિઝનેસ / સર્વિસ સેક્ટરમાં કામ કરવા માટે 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે.

સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણી આ મોટી વાત, RBI જાહેર કરી જરૂરી સૂચના


યોગ્યતા: અરજદાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને તેની ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ. તેણે ઓછામાં ઓછું 8મુ પાસ હોવું જોઈએ.


દીન દયાલ ઉપાધ્યાય- ગ્રામીણ કૌશલ યોજના (DDU-GKY)
આ યોજના (DDU-GKY)નો ઉદ્દેશ ગ્રામીણ યુવાનોને કૌશલ્ય પ્રદાન કરીને તેમના પગ પર ઉભા રાખવાનો છે. જેથી તેઓ લઘુત્તમ વેતનથી ઉપરની નોકરી મેળવી શકે.

યોગ્યતા: આ યોજનાના અરજદાર ભારતીય નાગરિક હોવા જોઈએ. તેની ઉંમર 15થી 35 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સ્ત્રીઓ અને અન્ય નબળા જૂથો માટે ઉપલી વય મર્યાદા દસ વર્ષ સુધી છૂટછાટ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube