સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણો આ મોટી વાત, RBI એ જાહેર કરી જરૂરી સૂચના

ગત થોડા દિવસોથી જૂના સિક્કા તથા નોટ (Old Note and Coin) ની ખરીદી-વેચાણનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ દ્વારા જૂની બેંક નોટ અને સિક્કા વેચી રહ્યા છે.

સાવધાન! જો તમે પણ વેચી રહ્યા છો Old Coin અથવા Note તો જાણો આ મોટી વાત, RBI એ જાહેર કરી જરૂરી સૂચના

નવી દિલ્હી: ગત થોડા દિવસોથી જૂના સિક્કા તથા નોટ (Old Note and Coin) ની ખરીદી-વેચાણનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા ઓનલાઇન અને ઓફલાઇન પ્લેટફોર્મ દ્વારા જૂની બેંક નોટ અને સિક્કા વેચી રહ્યા છે. પરંતુ તમને જણાવી દઇએ કે તેને લઇને RBI આરબીઆઇએ જરૂરી સૂચના જાહેર કરી છે. RBI એ કહ્યું કે છેતરપિંડી કરનાર કેટલાક તત્વો ઓનલાઇન, ઓફલાઇન પ્લેતફોર્મ પર જૂની બેંક નોટ અને સિક્કાના વેચાણ માટે કેંદ્રીય બેંકનું નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે. 

જો તમે પણ જૂના સિક્કા અને નોટ વેચવા અથવા ખરીદવાની તૈયારી કરી રહ્યા છો પહેલાં આરબીઆઇ તરફથી આપવામાં આવેલી જાણકારી જોઇ લો. ઓનલાઇન છેતરપિંડી કરનારા લોકો સતત ગ્રાહકોને ચૂનો લગાવવાની ફિરાકમાં રહે છે. તેના માટે તે દરરોજ નવી નવી રીતે રીત અપનાવે છે. 

જાણો RBI એ ટ્વીટ કરીને શું કહ્યું
રિઝર્વ બેંકએ પોતાના સત્તાવાર ટ્વિટર હેંડલ પરથી ટ્વીટ કરીને કહ્યું, ભારતીય રિઝર્વ બેંકના ધ્યાનમાં આ વાત સામે આવી છે કે કેટલકા તત્વો ખોટી રીતે ભારતીય રિઝર્વ બેંકના નામ અને લોગોનો ઉપયોગ કરી રહ્યા છે અને વિભિન્ન ઓનલાઇન, ઓફલાઇન પ્લેટફોર્મ દ્વારા જૂની બેંક નોટ અને સિક્કાને વેચવા માટે લોકો પાસેથી શુલ્ક/કમીશન અથવા ટેક્સ માંગી રહ્યા છે. 

રિઝર્વ બેંકએ પોતાન નિવેદનમાં કહ્યું કે, તે આ પ્રકારની કોઇપણ ગતિવિધિઓમાં સામેલ નથી અને આ પ્રકારે ટ્રાંજેક્શન માટે કોઇની પાસેથી કોઇ શુલ્ક અથવા કમીશન ક્યારે નહી માંગશે. સાથે જ બેંકએ કહ્યું કે તેમને કોઇ સંસ્થા અથવા વ્યક્તિને આ પ્રકારની ગતિવિધિઓ માટે કોઇ પ્રકારની કોઇ સત્તા આપવામાં આવી નથી. 

RBI ની કોઇની સાથે કોઇ ડીલ નહી
તમને જણાવી દઇએ કે આરબીઆઇ પ્રકારના મામલે ડીલ કરતી નથી અને ના તો ક્યારેય કોઇને આ પ્રકારના શુલ્ક અથવા કમિશન માંગતું નથી. બેંકે કહ્યું, 'ભારતીય રિઝર્વ બેંકએ કોઇ સંસ્થા કંપની અથવા વ્યક્તિ વગેરેને આ પ્રકારના ટ્રાંજેક્શન પર રિઝર્વ બેંક તરફથી કોઇ શુલ્ક અથવા કમીશન લેવા માટે કોઇ ઓથોરિટી આપશે નહી. ભારતીય રિઝર્વ બેંક સામાન્ય સામાન્ય લોકો પાસેથી ડુપ્લીકેટ અને છેતરપિંડીવાળી ઓફર્સની જાળ ન આવવાની સલાહ આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news