વારાણસીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 70મા જન્મદિવસ પર ભાજપ સેવા સપ્તાહની ઉજવણી કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, તો ક્યાંક કેમ્પ લગાવીને આંખની તપાસ કરવામાં આવી રહી છે. પીએમ મોદીના જન્મદિવસની પૂર્વ સંધ્યા પર વારાણસી દીપોથી જગમગી ઉઠી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા આપતા કાશીમાં ભાજપા પદાધિકારીઓએ કેક કાપી, સાથે ડમરૂ અને શંખનાદ કર્યો. આ દરમિયાન કાશીની જનતા પણ હાજર રહી હતી. લોકોએ પૂર્વ સંધ્યા પર દીપદાન કરી પ્રધાનમંત્રીના દીર્ઘાયુ માટે કામના કરી હતી. 


તમને જણાવી દઈએ કે વારાણસી પ્રધાનમંત્રીનું સંસદીય ક્ષેત્ર છે. લોકોનો ઉત્સાહ આસમાને હતો. વારાણસીના લહુરાબીર સ્થિત આઈએમએમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસ નિમિતે ભાજપના કાર્યકર્તાઓ રક્તદાન કરી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાના કામ કરવામાં આવી રહ્યાં છે. 


પાછલા વર્ષે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 69મા જન્મદિવસની પૂર્વ સંધ્યા પર સંકટ મોચનમંદિરમાં સવા કિલો સોનાનું મુકુટ અર્પણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીના પ્રતિનિધિના રૂપમાં કૌશલ્ય વિકાશ મંત્રી ડો. મહેન્દ્ર નાથ પાંડેયે બજરંગબલીના મસ્તક પર સુશોભિત મુકુટની આરતી ઉતારી હતી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube