મહેશ પારીક, જયપુર: રાજસ્થાનના રાજકારણમાં ઘમાસાણમાં આજે વધુ એક વળાંક આવ્યો છે. અહીં રાજ્યપાલને દૂર કરવાને લઇને રાજસ્થાન હાઇકોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી એડવોકેટ શાંતુન પારીખ તરફથી કરવામાં આવી છે. અરજીમાં રાજ્પાલને હટાવવાની અપીલ કરવામાં આવી છે. અરજી કેબિનેટ નોટ બાદ પણ વિધાનસભાનું સત્ર ન બોલાવવા સાથે જોડાયેલું છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્પીકરે ન કરી BJP MLA મદન દિલાવરની અરજી પર કાર્યવાહી, હાઇકોર્ટમાં ફેંક્યો પડકાર


રાજ્યપાલ પર સંવૈધાનિક સિદ્ધાંતોનું ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નબામ રેબિયા કેસ ચૂકાદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. કેસમાં કેન્દ્ર સરકારે પણ પક્ષકાર બનાવવામાં આવ્યા છે. 


તમને જણાવી દઇએ કે રવિવારે રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે કોંગ્રેસના રાજ્યપાલ કલરાજ મિશ્રા (Kalraj Mishra) પર દબાણ બનાવવા અને પક્ષપાતપૂર્ણ રીતે કાર્ય કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ કહ્યું કે તે કેન્દ્રથી આવી રહેલા પોતાના આકાના નિવેદનને હૂબહૂ વાંચી રહ્યા છે.  

રાજસ્થાન વિધાનસભા સ્પીકરે 19 ધારાસભ્યો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી


કોંગ્રેસ પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ પત્રકાર પરિષદ કરીને કહ્યું એક 'રાજ્યપાલને રાજ્ય સરકાર (મંત્રીઓની પરિષદ)ની સહાયતા અને સલાહ સાથે કામ કરવાનું હોય છે, પરંતુ કેન્દ્ર સરકારના પોતાના આકાઓની જ વાત સાંભળી રહ્યા છે. કોંગ્રેસ રાજ્યપાલના વલણને લઇને ભડકેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube