રાજસ્થાન વિધાનસભા સ્પીકરે 19 ધારાસભ્યો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી

રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ 19 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે કેસની સુનાવણી થઇ, સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે અરજી પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી.

Updated By: Jul 27, 2020, 12:04 PM IST
રાજસ્થાન વિધાનસભા સ્પીકરે 19 ધારાસભ્યો વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી

નવી દિલ્હી: રાજસ્થાનના સ્પીકર સીપી જોશીએ 19 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા સંબંધિત અરજી સુપ્રીમ કોર્ટમાંથી પરત લઇ લીધી છે. સુપ્રીમ કોર્ટમાં આજે કેસની સુનાવણી થઇ, સ્પીકરના વકીલ કપિલ સિબ્બલે અરજી પરત લેવાની ઇચ્છા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે અરજી પરત લેવાની મંજૂરી આપી.

અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલે સચિન પાયલટ અને અન્ય બાગી ધારાસભ્યની અરજી પર રાજસ્થાન હાઇકોર્ટનો શુક્રવારે ચૂકાદો આવવાનો હતો પરંતુ સુપ્રીમ કોર્ટ દ્વારા આ મામલે સુનાવણી સોમવાર માટે કરવાની હોવાથી હાઇકોર્ટે પોતાનો ચૂકાદો સંભળાવ્યો ન હતો. 

આ દરમિયાન રવિવારે બહુજન સમાજ પાર્ટી (BSP)એ ગત વર્ષે કોંગ્રેસમાં સામેલ થવા માટે પાર્ટી છોડનાર છ ધારાસભ્યોને વિધાનસભામાં શક્તિપરીક્ષણ દરમિયાન સત્તારૂઢ પાર્ટી કોંગ્રેસ વિરૂદ્ધ મતદાન કરીને વ્હીપ જાહેર કર્યું.

બસપા મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રએ એક નિવેદનમાં કહ્યું કે 'તમામ છ ધારાસભ્યોને અલગ-અલગ નોટીસ જાહેર કરીને સૂચિત કરવામાં આવ્યા છે કે બસપા એક માન્યતા પ્રાપ્ત રાષ્ટ્રીય પાર્ટી છે બસપાના વિલય વિના રાજ્ય સ્તર પર વિલય ન થઇ શકે. તેઓ બસપાના વ્હિપનું પાલન કરવા માટે પ્રતિબદ્ધ છે અને આમ નહીં કરવાથી તેઓ વિધાનસભાની સદસ્યતા માટે અયોગ્ય ઠરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube