અચ્છે દિનની તૈયારી: પેટ્રોલ- ડીઝલમાં 3 રૂ પ્રતિ લિટરનો તોળાઇ રહેલો વધારો
પેટ્રોલ અને ડિઝલની મોંઘવારીમાં આ મુદ્દે કોઇ રાહત મળવાની ગુંઝાઇશ નથી. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સંપન્ને થયા બાદથી સમગ્ર દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 64 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ચુક્યું છે અને ડિઝલનાં ભાવમાં 68 પૈસા પ્રતિ લિટરનો વધારો થઇ ચુક્યો છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે વૃદ્ધીનો તબક્કો ચાલી રહ્યો અને માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ગત્ત દિવસોમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ટુંક જ સમયમાં પેટ્રોલ અને ડિઝલમાં 3 રૂપિયા જેટલો મોટો વધારો થઇ શકે છે.
નવી દિલ્હી : પેટ્રોલ અને ડિઝલની મોંઘવારીમાં આ મુદ્દે કોઇ રાહત મળવાની ગુંઝાઇશ નથી. લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન સંપન્ને થયા બાદથી સમગ્ર દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 64 પૈસા પ્રતિ લિટર મોંઘુ થઇ ચુક્યું છે અને ડિઝલનાં ભાવમાં 68 પૈસા પ્રતિ લિટરનો વધારો થઇ ચુક્યો છે. પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં રવિવારે સતત ચોથા દિવસે વૃદ્ધીનો તબક્કો ચાલી રહ્યો અને માહિતી અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં ગત્ત દિવસોમાં થઇ રહેલા ભાવ વધારાના કારણે ટુંક જ સમયમાં પેટ્રોલ અને ડિઝલમાં 3 રૂપિયા જેટલો મોટો વધારો થઇ શકે છે.
અરૂણ જેટલીના સ્વાસ્થય અંગે ફેલાવાઇ રહેલી અફવાઓ ખોટી: સરકારની સ્પષ્ટતા
નિષ્ણાંતોના અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનાં ભાવ ઝડપથી લોકસભા ચૂંટણી દરમિયાન તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં ભાવ પર નિયંત્રણ જાળી રાખ્યું, ત્યાર બાદ તેમણે પોતાના નુકસાનને ખાળવા માટે ભાવ વધારા સિવાય અન્ય કોઇ જ વિકલ્પ નહી હોય. ગુપ્તાએ આ અગાઉ કહ્યું હતું કે, ચૂંટણી પુર્ણ થવા અંગે પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં 3-4 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થઇ શકે છે. તેમણે કહ્યું કે, અત્યાર સુધી 1 રૂપિયા પ્રતિ લિટરનો ભાવધારો થયો છે, પરંતુ આ વધારો આગામી ભવિષ્યમાં પણ ચાલુ જ રહેશે.
જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED
નરેન્દ્ર મોદીને ફોન કરીને ઇમરાન ખાને શુભેચ્છા પાઠવી: PMએ આપ્યો જડબાતોડ જવાબ
આંતરરાષ્ટ્રીય બજારમાં ઇંટર કોન્ટિનેંટલ એક્સચેન્જમાં શુક્રવારે બ્રેંટ ક્રુડની કિંમત 1.37 ટકા જેટલા ઉછાળા સાથે 68.69 ડોલર પ્રતિ બેરલ પર બંધ થયું, જ્યારે વિગત 15 દિવસ દરમિયાન બ્રેંટ ક્રુડનો ભાવ 70 ડોલર પર જ યથાવત્ત રહ્યો હતો. જેના પગલે આગામી ભવિષ્યમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં મોટા ઉછાળો અથવા તો તબક્કાવાર ભાવ વધારો શક્ય છે.