જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED

ઇડીએ કહ્યું કે, નાઇકે ચેરિટી ટ્રસ્ટ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન (આઇઆરએફ) ને કથિત રીતે દાન અને જકાત તરીકે સ્થાનિક અને વિદેશી દાતાઓની રકમ મળી

જાકીર નાઇકનાં ટ્રસ્ટના અંગત ખાતામાં અજાણ્યા શુભચિંતકોએ મોકલ્યા કરોડો રૂપિયા: ED

નવી દિલ્હી : પ્રવર્તન નિર્દેશાલય (ઇડી)એ પોતાની તપાસમાં સામે આવ્યું કે, મુસ્લિમ નવયુવાનોને કથિત રીતે આતંકવાદ માટે ભડકાવનારા નરફરત ભરેલા ઉપદેશો માટે વિવાદિત ઇસ્લામી ઉપદેશક જાકિર નાઇકને તેનાં બેંક ખાતાઓ અને તેના ટ્રસ્ટોમાં બેંક ખાતાઓમાં અજાણ્યા શુભચિંતકોએ અનેક વર્ષો સુધી કરોડો રૂપિયા મોકલ્યા. ઇડીએ કહ્યું કે, નાઇકનાં ચેરિટી ટ્રસ્ટ ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન(IRF)ને કથિત રીતે દાનમાં સ્થાનીક અને વિદેશી દાનકર્તાઓ તરફથી નાણા પ્રાપ્ત થયા. તેને સંયુક્ત અરબ અમિરાત (UAE), સઉદી અરબ, બહરીન, કુવૈત, ઓમાન અને મલેશિયાસહિત અનેક દેશો તરફી દાન સ્વરૂપે મળ્યા છે. 

પોતાની તપાસ રિપોર્ટમાં ઇડીએ કહ્યું કે, આઇઆરએફનાં નવા બેંક ખાતા છે, જેમાં દાનકર્તાઓની તરફથી આપવામાં આવતા દાન જમા કરાવામાં આવતુ રહ્યું હતું અને તેનું નિયંત્રણ પોતે 53 વર્ષીય જાકિર અબ્દુલ કરીમ નાઇક (નાઇકનું આખુ નામ) ના હાથમાં હતું. 

30 મેના રોજ સાંજે 7 વાગ્યે વડાપ્રધાન મોદીનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે
તમામ રકમ બૈંકિંગ માધ્યમોથી મળતી હતી.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, આ બેંક ખાતા સિટી બેંક, ડીસીબી બેંક લિમિટેડ અને યૂનિયન બેંક ઓફ ઇન્ડિયામાં છે. આઇઆરએફ દ્વારા પ્રાપ્ત કરવામાં આવેલા મોટા ભાગની રકમ સ્થાનીક અને વિદેશી દાનકર્તાઓની તરફથી દાન અથવા જકાત તરીકે મળે છે. આ રકમ બૈંકિંગ માધ્યમો દ્વારા પ્રાપ્ત કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર તપાસથી ભાગી રહેલ જાકીર નઇક મલેશિયામાં છે. 

અમેઠીમાં પૂર્વ પ્રધાન સુરેન્દ્રસિંહની અંતિમ યાત્રાનાં જોડાયા ઇરાની, અર્થીને કાંધ આપી
ઇડીના રિપોર્ટ અનુસાર દાનકર્તાઓ અજાણ્યા છે કારણ કે રસિદોમાં તેમનું નામ શુભચિંતક લખેલું છે. જે દાનમાં રોકડ સ્વરૂપે અપાયું છે, એટલા માટે રસીદો પર માત્ર દાનકર્તાઓનાં નામ છે અને તેમાંથી તેમના સંપર્કમાં અહેવાલનો ખુલાસો નથી કરવામાં આવ્યો. તેના કારણ બોગસ અથવા નકલી દાનની શંકા પ્રબળ બને છે. 
કર્ણાટક સરકાર પર છવાયા સંકટના વાદળો, પૂર્વ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યા કોંગ્રેસના બે મોટા નેતા
આશરે 65 કરોડ રૂપિયાની રકમ આવી
તપાસ એજન્સીએ પોતાનાં રિપોર્ટમાં જણાવ્યું કે, 2003-04થી માંડીને 2016-17 સુધી આઇઆરએફનાં બેંક ખાતાઓમાં આશરે 65 કરોડ રૂપિયાની રકમ આવી. ઇડીએ કહ્યું કે, આ રકમમાંથી મોટા ભાગનો ઉપયોગ શાંતિ સમ્મેલનોમાં આયોજન, મોટા ઉપકરણોની ખરીદી, પગાર, ચુકવણી અને અન્ય રીતે કરવામાં આવ્યો. નાઇકની આગેવાનીમાં આઇઆરએફ દર વર્ષે શાંતિ સમ્મેલનના નામનો કાર્યક્રમ કરાવતું હતું. આ શાંતિ સમ્મેલનો દરમિયાન ભડકાઉ ભાષણ આપવામાં આવતું હતું અને ધર્મ પરિવર્તન કરી ઇસ્લામ ધર્મ અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવતું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news