નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કાનું મતદાન થઈ ગયું છે. બે તબક્કા હજુ બાકી છે. આ વચ્ચે રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભારતીય જનતા પાર્ટીની જીતની ભવિષ્યવાણી કરી છે. તેમણે કહ્યું કે ભાજપને પાછલી વખતની આસપાસ સીટો આવશે. આ સિવાય તેમણે ભવિષ્યવાણી કરી છે કે જો કેન્દ્રમાં ત્રીજીવાર પીએમ મોદીની સરકાર બને છે તો કયાં-કયાં મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીકેના નામથી જાણીતા પ્રશાંત કિશોરે કહ્યું કે પીએમ મોદીના ત્રીજા કાર્યકાળમાં પેટ્રોલિયમને વસ્તુ તથા સેવા કર (જીએસટી) હેઠળ લાવી શકાય છે અને રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર મહત્વપૂર્ણ અંકુશ લાગી શકે છે. એક ઈન્ટરવ્યુમાં પીકેએ મોદી સરકારની ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈમાં આવનાર ફેરફારોની ભવિષ્યવાણી કરી છે.


પીકીએ કહ્યું- મને લાગે છે કે મોદી 3.0 સરકાર ધમાકેદાર શરૂઆત કરશે. કેન્દ્રની પાસે શક્તિ અને સંસાધન બંને પહેલાથી વધુ હશે. રાજ્યોની નાણાકીય સ્વાયતત્તામાં કાપ મુકવાનો પણ એક મહત્વપૂર્ણ પ્રયાસ હોઈ શકે છે. તેમણે કહ્યું કે પીએમ વિરુદ્ધ કોઈ વ્યાપક ગુસ્સો નથી, તેથી ભાજપ લગભગ 303 સીટો જીતશે. 


આ પણ વાંચોઃ ફલૌદી બાદ હવે આ સટ્ટા બજારે કરી ચોંકાવનારી આગાહી, જાણો કોને ફાયદો કોને નુકસાન?


પ્રશાંત કિશોરે કહ્યું કે રાજ્યોની પાસે વર્તમાનમાં રેવેન્યૂના ત્રણ મુખ્ય સ્ત્રોત છે. પેટ્રોલિયમ, શરાબ અને જમીન. તેવામાં મને આશ્ચર્ય થશે નહીં જો પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવવામાં આવે.


તમને જણાવી દઈએ કે હાલમાં પેટ્રોલ, ડીઝલ અને પ્રાકૃતિક ગેસ જેવા પેટ્રોલિયમ ઉત્પાદનો જીએસટીથી બહાર છે. પેટ્રોલિયમ ઉત્પાદકોને જીએસટી હેઠળ લાવવાની ઉદ્યોગ જગતની માંગ લાંબા સમયથી રહી છે. જો તેમ થાય છે તો રાજ્યની આવકને ભારે નુકસાન થશે. પેટ્રોલ જીએસટી હેઠળ લાવવાથી રાજ્ય કરનો હિસ્સો પ્રાપ્ત કરવા માટે કેન્દ્ર પર વધુ નિર્ભર થઈ જશે.