Petrol, diesel prices : ભારતમાં તહેવારોની સીઝન શરૂ થઈ ગઈ છે, ત્યારે તે પહેલા લોકોને રાહત મળી શકે છે. રેટિંગ એજન્સી ઈક્રાએ ગુરુવારે કહ્યું કે, હાલ કેટલાક મહિનામાં કાચા તેલની કિંમતોમાં આવેલા ઘટાડાથી પેટ્રોલિયમ કંપનીઓના વાહન બળતણ પર નફામાં સુધાર આવ્યો છે. તેનાથી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓને પેટ્રોલ તથા ડીઝલની કિંમતોમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામા આવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એજન્સીના જણાવ્યા અનુસાર, ભારત દ્વારા આયાત કરાતા કાચા તેલની કિંમત સપ્ટેમ્બરમાં અંદાજિત 74 અમેરિકન ડોલર પ્રતિ બેરલ હતી, જે માર્ચમાં 83-84 અમેરિકન ડોલર પ્રતિ બેરલ હતી. પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં છેલ્લી વાર બે રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો. ઈક્રાએ એક પ્રેસનોટમાં કહ્યું કે, કાચા તેલની કિંમતોમાં ઘટાડાની સાથે હાલના સપ્તાહમાં ભારતીય પેટ્રોલિયમ વિતરણ કંપનીઓ (ઓએમસી) માટે મોટર વાહન બળતણના વેચાણ પર નફામાં સુધાર આવ્યો છે. 


આ બેંકે નિયમોમાં કર્યા મોટા બદલાવ, 1 ઓક્ટબરથી લાગુ થશે, ખાતુ હોય તો જાણી લેજો


રેટિંગ એજન્સીઓનું અનુમાન છે કે, જો કાચા તેલની કિંમતો વર્તમાન સ્તર પર સ્થિર રહે છે તો રિટેલ બળતણના કિંમતોમાં ઘટાડાની શક્યતા રહેલી છે. ઈક્રાના વરિષ્ઠ ઉપાધ્યક્ષ તેમજ ગ્રુપ પ્રમુખ ગિરીશ કુમાર કદમે કહ્યું કે, ઈક્રાનું અનુમાન છે કે સપ્ટેમ્બર, 2024 (17 સપ્ટેમ્બર સુધી) આંતરાષ્ટ્રીય ઉત્પાદ કિંમતોની સરખામણીમાં ઓએમસીની શુદ્ધતા પ્રાપ્તિ પેટ્રોલ માટે 15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ માટે 12 રૂપિયા પ્રતિ લીટર વધુ રહ્યું. 


આ બળતણના રિટેલ વેચાણ મૂલ્ય માર્ચ, 2024 થી યથાવત છે. (15 માર્ચ, 2024 ના રોજ પેટ્રોલ તથા ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો) અને એવું લાગી રહ્યું છે કે, જો કાચા તેલની કિંમત સ્થિર રહે છે તો તેમાં બે થી ત્રણ રૂપિયા પ્રતિ લીટરના ઘટાડાની શક્યતા છે. 


કાચા તેલની કિંમતમાં ગત કેટલાક મહિનાથી ભારે ઘટાડો જોવા મળ્યો છે. જેનું મુખ્ય કારણ નબળી વૈશ્વિક આર્થિક વૃદ્ધિ તથા ઉચ્ચ અમેરિકન ઉત્પાદન છે. તો ઓપેક તેમજ સહયોગી દેશોએ ઘટી રહેલા કિંમતો સામે પહોંચી વળવા માટે પોતાના ઉત્પાદનમાં કાપને પરત લેવાના પોતાના નિર્ણયને બે મહિના માટે આગળ વધારી દીધું છે. 


રિષભ પંતને નથી ભૂલી ઉવર્શી રૌતેલા, એક ઈન્ટરવ્યૂમાં કરી દીધો જૂના પ્રેમનો ખુલાસો