Petrol-Diesel Rate: જલદી મળશે ગુડ ન્યૂઝ! રાંધણ ગેસની જેમ પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ થઈ શકે છે તોતિંગ ઘટાડો, ખાસ જાણો વિગતો
Petrol-Diesel Price: હાલમાં જ સરકારે રાંધણ ગેસના બાટલામાં 100 રૂપિયા ઘટાડ્યા હતા. આ સિવાય CNG અને પીએનજીના ભાવમાં પણ ઘટાડો થઈ ચૂક્યો છે. આથી એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચૂંટણીની તારીખો જાહેર થાય તેની બરાબર પહેલા સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરી શકે છે.
લોકસભા ચૂંટણી 2024ની તારીખોની જાહેરાત જલદી થઈ શકે છે. પરંતુ તે પહેલા દેશની જનતાને વધુ એક જોરદાર ભેટ મળી શકે છે. કેન્દ્રની મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કાપ મૂકી શકે છે. પેટ્રોલ અને ડીઝલ પર હાલ કેન્દ્ર સરકાર તરફથી જે એક્સાઈઝ ડ્યૂટી લેવાઈ રહી છે તે મુજબ પેટ્રોલ પર 19.90 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 15.80 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી છે. આ સિવાય રાજ્યોનો ટેક્સ લગભગ 15 રૂપિયા પ્રતિ લીટરની આજુબાજુ છે. હાલમાં જ સરકારે રાંધણ ગેસના બાટલામાં 100 રૂપિયા ઘટાડ્યા હતા. આ સિવાય CNG અને પીએનજીના ભાવમાં પણ ઘટાડો થઈ ચૂક્યો છે. આથી એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે ચૂંટણીની તારીખો જાહેર થાય તેની બરાબર પહેલા સરકાર પેટ્રોલ-ડીઝલ સસ્તું કરી શકે છે.
હોળી પહેલા મળી શકે છે શુભ સમાચાર
મોંઘવારીથી લોકોને રાહત આપવા માટે સરકાર તહેવાર પહેલા આ શુભ સમાચાર આપી શકે છે. આવામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. એક્સપર્ટ્સ પણ માને છે કે OMCs ને પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર હાલ તો કોઈ નુકસાન થઈ રહ્યું નથી. આવામાં આ જ યોગ્ય સમય છે કે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટી રાહત આપી શકાય છે. 6 એપ્રિલ 2022થી બંને ફ્યૂલની પૂર્વ રિફાઈનરી કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
2021માં યુપી ચૂંટણી પહેલા ઘટ્યા હતા ભાવ
કેન્દ્ર સરકારે નવેમ્બર 2021માં યુપી સહિત 5 રાજ્યોમાં ચૂંટણી પહેલા પેટ્રોલ પર 5 રૂપિયા અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ ઓછો કર્યો હતો. મે 2022માં કેન્દ્રએ પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝમાં કાપ મૂક્યો હતો. ત્યારબાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. સૂત્રોનું માનીએ તો માર્ચમાં તેની જાહેરાત થઈ શકે છે. જ્યારે એક રિપોર્ટમાં પણ દાવો કરાયો છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 6થી 11 રૂપિયા સુધીનો ઘટાડો થઈ શકે છે.
લગભગ 2 વર્ષથી નથી બદલાયા ભાવ, કંપનીઓએ કર્યો નફો
મે 2022 બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઈલના ભાવમાં કાપ બાદ પણ સરકારી ઓઈલ કંપનીઓએ રિટેલ ભાવમાં કાપ મૂક્યો નથી. જેના કારણે તેમને તગડો નફો થયો છે.
100 રૂપિયા ઉપર છે હજુ પણ પેટ્રોલનો ભાવ
12 માર્ચના રોજ રાજધાની દિલ્હીમાં એક લીટર પેટ્રોલનો ભાવ 96.72 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 89.62 રૂપિયા છે. ભારતના મેટ્રો સિટીમાં દિલ્હી એકમાત્ર શહેર છે જ્યાં હાલ પેટ્રોલનો ભાવ 100 રૂપિયા કરતા ઓછો છે. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયા કરતા વધુ છે. દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં પેટ્રોલનો ભાવ 96 રૂપિયા પ્રતિ લીટરની આજુબાજુ છે. જો કે ગુજરાતમાં પેટ્રોલનો ભાવ એવરેજ 96.86 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર 92.61 રૂપિયા છે.
ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલના ભાવ (પ્રતિ લીટર)
શહેર પેટ્રોલ ડીઝલ
દિલ્હી 96.72 રૂપિયા 89.62 રૂપિયા
મુંબઈ 106.31 રૂપિયા 94.27 રૂપિયા
ચેન્નાઈ 102.63 રૂપિયા 94.27 રૂપિયા
કોલકાતા 106.03 રૂપિયા 92.76 રૂપિયા
(અહેવાલ સાભાર- ઝી બિઝનેસ હિન્દી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube