બજેટ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં ભડકો, જાણો આજના ભાવ
મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે રજુ કરવામાં આવ્યું. તેના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકો જોવા મળ્યો. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 2.45 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.96 રૂપિયા પ્રતિ લીટર થયો. ગુજરાતમાં પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે.
નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ શુક્રવારે રજુ કરવામાં આવ્યું. તેના બીજા જ દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં ભડકો જોવા મળ્યો. આજે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં 2.45 રૂપિયા પ્રતિ લીટર વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ 72.96 રૂપિયા પ્રતિ લીટર થયો. ગુજરાતમાં પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે.
પેટ્રોલની સાથે જ ડીઝલના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં ડીઝલના ભાવમાં 2.36 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. વધારા બાદ દિલ્હીમાં ડીઝલના ભાવ 66.69 રૂપિયા પ્રતિ લીટર થયાં. આ બાજુ ગુજરાતમાં પણ પેટ્રોલમાં રૂ. 2.35નો અને ડીઝલમાં રૂ. 2.46 નો વધારો થયો છે. વધારા બાદ પેટ્રોલનો નવો ભાવ રૂ. 70.27 પ્રતિ લીટર થયો અને ડીઝલનો નવો ભાવ રૂ. 69.69 થયો.
જુઓ LIVE TV