નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના મામલે 18 લાખનો આકંડો પાર કરી ગયો છે અને દરરોજના 50,000થી વધારે કોરોનાના નવા કેસ સામે આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પેટ્રોલિયમ અને સ્ટીલ મંક્ષી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan)પણ કોરોના વાયરસ પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:- રામ મંદિર ભૂમિ પૂજન પર પ્રથમ વખત બોલ્યા અડવાણી, PM મોદીને લઇને કહી આ વાત


આ અંગે ખુદ ધર્મેન્દ્ર પ્રધાને ટ્વીટ કરીને માહિતી આપી હતી.


સુશાંત સિંહ કેસમાં પ્રથમ વખત આવ્યું આદિત્ય ઠાકરેનું રિએક્શન, ટ્વીટમાં કહી આ વાત


સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે સવારે જારી કરેલા આંકડા મુજબ, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાવાયરસના 52,050 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 803 દર્દીઓનાં મોત નીપજ્યાં. દેશમાં કોવિડ-19ના કુલ કેસ 18.55 લાખને પાર કરી ગયા છે. આ રોગને કારણે અત્યાર સુધીમાં 38,938 લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં, 12,30,509 લોકો સાજા થયા છે અને હાલમાં દેશનો રિકવરી દર 66.30 ટકા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube