Lok Sabha Election 2024 : રાજસ્થાનનું ફલોદી સટ્ટા બજાર ઘણા વર્ષોથી પોતાની વિવિધ ક્ષેત્રોમાં થતી આગાહીઓ માટે જાણીતું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ છેલ્લા 5 દિવસથી ફલોદી સટ્ટા બજારમાં કોઈ હલચલ જોવા મળી રહી નથી. ફલોદી સટ્ટા બજારમાં સામાન્ય દુકાોન પણ અહીં બંધ કરી હોવાનું કહેવાય છે. જો કે તેનાથી લોકોને નુકસાન પણ ઝેલવું પડી રહ્યું છે. પરંતુ અહીં લોકોના આક્રોશના કારણે બધુ બંધ કરીને વિરોધ જતાવવામાં આવી રહ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોટો રિપોર્ટ ગણાવીને કાનૂની કાર્યવાહીની પણ ચેતવણી ઉચ્ચારી


હાલમાં જ ફલોદી સટ્ટા બજારને લઈને એક રિપોર્ટ અખબારમાં છપાયા બાદ અહીં હડકંપ મચી ગયો છે. કારણ કે તેમાં ફલોદીસટ્ટા બજાર વિશે રિપોર્ટ છપાયો, જેમાં અહીં કેવી રીતે સટ્ટા બજાર કામ કરે છે તે વાતને ઉજાગર કરાઈ. રિપોર્ટ મુજબ તેમાં એક વ્યક્તિ અંટુ ચાંડાનું પણ નામ સામે આવ્યું. જેને અધ્યક્ષ જણાવવામાં આવ્યો. પરંતુ અંટુ ચંડાએ તેનો વિરોધ કર્યો હતો અને ખોટો રિપોર્ટ ગણાવીને કાનૂની કાર્યવાહીની પણ ચેતવણી ઉચ્ચારી હતી. 


કોઈ હલચલ નહીં
ફલોદી સટ્ટા બજાર 15મી મેથી સંપૂર્ણ રીતે બંધ હોવાનું કહેવાય છે. જ્યાં સામાન્ય માર્કેટમાં કોઈ દુકાન ખુલતી નથી. શાકની દુકાનથી લઈને અન્ય તમામ સાધન સામગ્રીની દુકાનો પણ બંધ છે. એવું કહેવાય છે કે આ વિરોધ પ્રદર્શિત કરવા થઈ રહ્યું છે. કારણ કે ફલોદી બજારને સટ્ટા બજાર ગણાવીને રિપોર્ટ છપાયો. કથિત રીતે અહીં કરોડોનો સટ્ટો લગાવવાનું રિપોર્ટમાં કહેવાયું. અહીંના લોકોનું કહેવું છે કે અહીં ફક્ત આગાહીઓ કરાય છે. જે વર્ષોથી ચાલી આવે છે. એ અલગ વાત છે કે અહીંનું આંકલન સટીક હોય છે. 


રિપોર્ટ છપાયા બાદ અંટુ ચાંડા કથિત સટ્ટા બજાર કારોબારીએ નારાજગી વ્યક્ત  કરીને રિપોર્ટને ખોટો ગણાવ્યો. આ સાથે જ કહ્યું કે આ તેમના વિરુદ્ધ ષડયંત્ર રચાયું છે. તેમણે કાનૂની કાર્યવાહી કરવાની પણ વાત કરી. ચાંડાએ જણાવ્યું કે તેની સાથે કોઈ પણ વાત થઈ નથી. આ કોઈ સટ્ટા બજાર નથી પરંતુ અહીં લોકો ફક્ત આકલન કરે છે. 


કેમ બંધ થયું ફલોદી સટ્ટા બજાર
ફલોદી સટ્ટા બજાર અંગે કહેવાય છે કે તે 500 વર્ષથી ચાલે છે. અહીં આગાહીઓ કરાય છે. આ આકલન પર સટ્ટો રમાય છે. પરંતુ 5 દિવસથી કોઈ હલચલ ન દેખાયા બાદ લોકોમાં ફલોદી સટ્ટા બજારને લઈને  કહેવાય છે કે બજાર બંધ છે. પરંતુ એવું પણ કહેવાય છે કે અહીં ઓફલાઈન સટ્ટા બજાર ચાલુ છે. 


શું આગાહી કરેલી છે બજારે?
ચોથા તબક્કાના મતદાન પહેલાં ફલોદી સટ્ટા બજાર ભાજપને 307 થી 310 બેઠકો આપી રહ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફલોદી સટ્ટા બજારના બુકીઓ કોંગ્રેસને 58 થી 62 સીટો આપી રહ્યા છે. ઘણી જગ્યાએ ગયા વર્ષની સરખામણીમાં ઓછું મતદાન થયું હતું.


ઘણી જગ્યાએ ઓછા મતદાનને સત્તા વિરોધી લહેર તરીકે જોવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં, ફલોદી સટ્ટા બજાર 300થી ઓછી બેઠકોનો અંદાજ લગાવી રહ્યું છે.


ફલોદી સટ્ટા બજારનો રાજ્યવાર અંદાજ


ઉત્તર પ્રદેશમાં 64-65 બેઠકો
મધ્યપ્રદેશમાં 27-28 બેઠકો
રાજસ્થાનમાં 18-20 બેઠકો
ગુજરાતમાં ભાજપને 26 બેઠકો
ઓડિશામાં 11-12 બેઠકો
પંજાબમાં 2-3 બેઠકો
તેલંગાણામાં 5-6 બેઠકો
હિમાચલમાં 4 બેઠકો
પશ્ચિમ બંગાળમાં 20-22 બેઠકો
દિલ્હીમાં 6-7 બેઠકો
હરિયાણામાં 5-6 બેઠકો
ઝારખંડમાં 10-11 બેઠકો
તમિલનાડુમાં ભાજપને 3-4 બેઠકો
છત્તીસગઢમાં 10-11 બેઠકો
ઉત્તરાખંડમાં 5 બેઠકો


દિલ્હીમાં ચાંદની ચોક, ઉત્તર પૂર્વ દિલ્હી, પૂર્વ દિલ્હી, નવી દિલ્હી, ઉત્તર પશ્ચિમ દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી નામની સાત બેઠકો છે. 2024ની ચૂંટણી દિલ્હીમાં ખાસ રહેવાની છે, કારણ કે આ વખતે ભાજપ અને ઈન્ડિયા બ્લોક વચ્ચે સીધો મુકાબલો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં સીટોની વહેંચણી કરી છે. દિલ્હીમાં ઈન્ડિયા બ્લોક ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીએ 4 સીટો પર અને કોંગ્રેસે 3 સીટો પર ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. 


ભાજપ સરળતાથી 300 બેઠકો પણ મેળવી શકશે નહીં


ભાજપની સ્થિતિ નબળી પડી રહી છે. હાલના તબક્કે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ભાજપ સરળતાથી 300 બેઠકો પણ મેળવી શકશે નહીં. વાસ્તવમાં, દેશમાં લોકસભાની કુલ 543 બેઠકો છે. 5 તબક્કામાં 430 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. પ્રથમ તબક્કામાં 102, બીજા તબક્કામાં 89, ત્રીજા તબક્કામાં 94, ચોથા તબક્કામાં 96 અને પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થયું હતું.અત્યાર સુધીના મતદાનના આધારે, ફલોદી સટ્ટા બજારનો અંદાજ છે કે ભાજપ 296-300 બેઠકો જીતી શકે છે જ્યારે NDM સહિત આ આંકડો 329થી 332 સુધી પહોંચી શકે છે


AAP-કોંગેસ જીતી શકે આટલી સીટો
ફલોદી સટ્ટા બજાર (Phalodi Satta Bazar) એ ભાજપને ઝટકો આપ્યો છે. તેમનું અનુમાન છે કે ભાજપને ગત ચૂંટણીના મુકાબલે 1 સીટ ઘટી શકે છે. આપ અને કોંગ્રેસના ગઠબંધનને 1 સીટ મળી શકે છે. તો બીજી તરફ ભાજપને 6 સીટો મળવાનું અનુમાન છે. જોકે અહીં જણાવવામાં આવ્યું છે કે આપ-કોંગેસ કઇ સીટ જીતી શકે છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી અખબારો, મીડિયા અહેવાલો અને સટ્ટા બજારના નિષ્ણાતો જેવા વિવિધ માધ્યમો દ્વારા આપવામાં આવી છે. તેમજ સટ્ટાબાજીના બજારને કોઈપણ રીતે પ્રોત્સાહિત કરવાનો અમારો હેતુ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube