નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણી 2024 માટે પાંચ તબક્કામાં મતદાન થઈ ગયું છે. ચૂંટણી પ્રચારમાં લાગેલી રાજકીય પાર્ટીઓ પોત-પોતાની જીતના દાવાઓ કરી રહી છે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી 400 સીટ જીતવાનો દાવો કરી રહી છે. હવે તેના આ દાવાને ફલોદી સટ્ટા બજારનો સાથ મળ્યો છે. જાણીતા ફલોદી સટ્ટા બજારે લોકસભા ચૂંટણી 2024ના પાંચ તબક્કા બાદ ભાજપની જીતની ભવિષ્યવાણી કરી છે. આ બજારની ભવિષ્યવાણી સાચી પડતી રહી છે. તેથી દેશ દુનિયાના લોકો તેના પર નજર ટકાવી બેઠા હોય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ-કોંગ્રેસને કેટલી સીટો?
ફલોદી સટ્ટા બજારના તાજેતરના દાવા અનુસાર ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં 290-300 સીટો મળી શકે છે. 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ખાતામાં 303 સીટો આવી હતી. એનડીએ ગઠબંધન માટે સટ્ટા બજારે 329થી 332 સીટોની ભવિષ્યવાણી કરી છે. 2019માં ગઠબંધને 352 સીટો જીતી હતી. આ સિવાય ફલોદી સટ્ટા બજારે કોંગ્રેસના ખાતામાં 60-63 સીટો આવવાનો દાવો કર્યો છે. 2019માં પાર્ટીએ 52 સીટ જીતી હતી. ફલોદી સટ્ટા બજારે કોંગ્રેસની સીટો વધવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.


ઉત્તર પ્રદેશમાં શું છે ભવિષ્યવાણી
ફલોદી સટ્ટા માર્કેટની ભવિષ્યવાણી પ્રમાણે ભારતને ઉત્તર પ્રદેશમાં 2019ની તુલનામાં થોડો ફાયદો થઈ શકે છે. પ્રદેશની 80 સીટોમાંથી પાર્ટીના ખાતામાં 63-65 સીટો આવી શકે છે. સટ્ટા બજારે દેશના અન્ય રાજ્યોમાં પણ ભાજપના પ્રદર્શનની ભવિષ્યવાણી કરી છે.


આ પણ વાંચોઃ પાવરફૂલ પર્સન! 8ના અંકનું અંકશાસ્ત્ર અને કાળા રંગનો દોરો ચમકાવે છે નસીબ, જાણો રહસ્ય


ભાજપ માટે ફલોદી સટ્ટા બજારનું રાજ્યવાર અનુમાન
ગુજરાત- 26 સીટો
મધ્ય પ્રદેશમાં 27-29 સીટો
રાજસ્થાનમાં 18-20 સીટો
ઓડિશામાં 11-12 સીટો
પંજાબમાં 2-3 સીટો
તેલંગણામાં 5-6 સીટો
હિમાચલમાં 4 સીટો
પશ્ચિમ બંગાળમાં 20-22 સીટો
છત્તીસગઢમાં 10-11 સીટો
ઉત્તરાખંડમાં 5 સીટો
દિલ્હીમાં 6-7 સીટો
હરિયાણામાં 5-6 સીટો
ઉત્તર પ્રદેશમાં 64-65 સીટો
ઝારખંડમાં 10-11 સીટો
તમિલનાડુમાં 3-4 સીટો


શું છે ફલોદી સટ્ટા બજાર?
ભારતનું ફલોદી સટ્ટા બજાર પોતાની ભવિષ્યવાણી માટે ખુબ જાણીતું છે. રાજસ્થાનના જોધપુર ડિવીઝનમાં ફલોદી જિલ્લાથી આ બજાર ઓપરેટ થાય છે. તેને સટ્ટાબાજીની નગરી પણ કહેવામાં આવી છે. આ ગામના લોકો નાની-નાની વાતમાં શરત લગાવતા હોય છે. અહીંના લોકો હાર-જીત, વરસાદ, પાક જેવી વાતો પર શરત લગાવે છે. આ લોકો અપ્રમાણિકતાના ધંધામાં ઈમાનદારી જરૂરી છેનો નિયમ લઈને ચાલે છે. હવે અહીંના લોકો દેશ સિવાય વિદેશોમાં પણ ફેલાય ગયા છે અને મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી જોડાઈ સટ્ટો રમે છે. 


નોંધઃ અહીં આપવામાં આવેલી જાણકારી અખબાર, મીડિયા રિપોર્ટ્સ અને સટ્ટા બજારના જાણકારોના માધ્યમથી આપવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના સટ્ટાને પ્રોત્સાહન આપવાનો નથી.