Viral Fact Check: ચૂંટણીમાં મત નહીં આપો તો એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે? જાણો વાયરલ મેસેજનું સત્ય
PIB Fact Check: હાલમાં સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. ખબરમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેના એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર દરેકને હોય છે. પરંતુ શું એવું કોઈ શકે કે મતદાન ન કરો તો પૈસા કપાઈ જાય? આ વાયરલ મેસેજનું સત્ય દરેકે જાણવું ખુબ જરૂરી છે.
PIB Fact Check: સોશિયલ મીડિયાના આ જમાનામાં કોઈ પણ જાણકારી લોકો સુદી પહોંચવી હવે ખુબ સરળ બની ગઈ છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક ખબર ખુબ વાયરલ થઈ રહી છે. ખબરમાં કહેવાયું છે કે જે પણ વ્યક્તિ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેના એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે. ચૂંટણીમાં મત આપવાનો અધિકાર દરેકને હોય છે. પરંતુ શું એવું કોઈ શકે કે મતદાન ન કરો તો પૈસા કપાઈ જાય? આ વાયરલ મેસેજનું સત્ય દરેકે જાણવું ખુબ જરૂરી છે.
PIB ફેક્ટ ચેકમાં સામે આવ્યું સત્ય
સોશિયલ મીડિયા પર એક અખબર કટિંગ ખુબ વાયરલ કરાયું છે. જેમાં લખ્યું છે કે જો કોઈ વ્યક્તિ આ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તો તેના બેંક એકાઉન્ટમાંથી 350 રૂપિયા કપાઈ જશે. PIB એ આ વાયરલ થઈ રહેલી ખબરનું ફેક્ટ ચેક જણાવતા કહ્યું કે આ ફેક ન્યૂઝ છે અને તેમાં કરાયેલા તમામ દાવા ખોટા છે. ચૂંટણી પંચ દ્વારા ક્યારેય આવો કોઈ નિર્ણય લેવાયો નથી. PIB એ વધુમાં કહ્યું કે આવી ખબરો જરાય શેર કરવી નહીં. ત્યારબાદ ચૂંટણી પંચે એક ટ્વીટ કરીને આ વાયરલ ખબરને ખોટી ગણાવી છે અને લોકોને આવા સમાચારથી સાવધ રહેવા જણાવ્યું છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube