નવી એજ્યુકેશન પોલીસી (NEP) અંગે વોટ્સએપ પર હાલ એક મેસેજ ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે NEP હેઠળ હવે 10માં ધોરણની પરીક્ષા નહીં કરાવવામાં આવે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોટ્સએપ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કેબિનેટે નવી શિક્ષણ નીતિને મંજૂરી આપી અને કેટલાક ફેરફાર કર્યા છે. વધુમાં કહેવાયું છે કે NEP દ્વારા કરાયેલા ફેરફાર મુજબ 10માં ધોરણની બોર્ડની પરીક્ષા કરાવવામાં આવશે નહીં. બોર્ડ પરીક્ષા ફક્ત 12માં ધોરણની જ કરાવવામાં આવશે. 


વાયરલ મેસેજમાં એ વાતનો પણ ઉલ્લેખ કરાયો છે કે માસ્ટર ઓફ ફિલોસોફી (એમફીલ)ને ચાર વર્ષની મર્યાદાવાળી કોલેજ ડિગ્રી સાથે બંધ  કરી દેવામાં આવશે. તેમાં એમ પણ  કહેવામાં આવ્યું છે કે 5માં ધોરણ સુધી વિદ્યાર્થીઓને તેમની માતૃભાષા, સ્થાનિક ભાષા અને રાષ્ટ્રભાષામાં જ ભણાવવામાં આવશે. મેસેજમાં કહેવાયું છે કે 34 વર્ષ બાદ એજ્યુકેશન પોલીસીમાં ફેરફાર કરાયો છે. આવામાં સવાલ એ ઉઠે છે કે આખરે આ દાવામાં કેટલી સચ્ચાઈ છે. આ દાવાની પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરોએ પોલ ખોલી છે. 


હવે મહાકાલના દર્શન કરવા હોય તો ચૂકવવા પડશે રૂપિયા, આ રીતે મેળવો ટિકિટ


ભારતીય રેલવેના ઈતિહાસમાં સૌથી મોટી ટ્રેન દુર્ઘટના, આંખના પલકારામાં 800 લોકોના મોત


ટ્રેનથી અથડાઈને અનેક પશુઓના મૃત્યુ, હવે રેલવેએ શોધી કાઢ્યો અકસ્માત ન થાય તેવો રસ્તો


પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને કહ્યું કે એક વોટ્સએપ મેસેજમાં દાવો કરાયો છે કે નવી એજ્યુકેશન પોલીસીમાં 10માં ધોરણની બોર્ડની  પરીક્ષા નહીં થાય. તેમાં આગળ કહેવાયું છે કે આ દાવો ફેક છે. શિક્ષણ મંત્રાલય તરફથી આવો કોઈ જ ઓર્ડર અપાયો નથી. ટ્વીટમાં નવી શિક્ષણ નીતિની પીડીએફ પણ લિંક કરવામાં આવી છે. જેને વિદ્યાર્થીઓ વાંચી પણ શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube