ઘરે મોબાઇલ ટાવર લગાવશો તો મળશે 30 લાખ અને 25 હજાર પગાર? જાણો વાયરલ મેસેજની તપાસ
આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ડિજિટલ ઇન્ડીયા અંતગર્ત મોબાઇલ વાઇ-ફાઇ નેટવર્ક અંતગર્ત ટાવર લગાવી રહી છે, તેના એપ્લિકેશન ચાર્જના રૂપમાં 740 રૂપિયા જમા કરવા પડશે. આ વાયરલ મેસેજમાં આ યોજનાનો ફાયદો ઉઠવવા મટે 740 રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું છે.
PIB Fact Check Mobile Tower Installation: આજકાલ સોશિયલ મીડિયા (Social Media) નો ઘેરાવો ઝડપથી વધી રહ્યો છે. લોકો સમાચારથી માંડીને મનોરંજન સુધી તમામ કામો માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. ઘણીવાર સોશિયલ મીડિયા પર એવા સમાચાર વાયરલ (Viral Message on Social Media) થાય છે જે ઠગો દ્વારા લોકોને મોકલવામાં આવે છે. આ મેસેજ પર વિશ્વાસ કરતાં તમારે મોટું નુકસાન વેઠવું પડી શકે છે. આજકાલ દેશમાં ડિજિટલ ઇન્ડીયા (Digital India) ના અંતગર્ત મોબાઇલ ટાવર લગાવવાનો એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.
આ મેસેજમાં એ દાવો કરવામાં આવી રહ્યો છે કે તમે ફક્ત 740 રૂપિયા ચૂકવીને 30 લાખ રૂપિયા અને દર મહિને 25,000 રૂપિયાની કમાણી કરી શકો છો. જો તમને આ મેસેજ મળ્યો છે તો આ મેસેજની હકિકત જાણી લો-
સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહ્યો છે દાવો
આજકાલ સોશિયલ મીડિયા પર એક મેસેજ ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજનું ફેક્ટ ચેક પીઆઇબી દ્રારા કરવામાં આવ્યું છે. આ મેસેજમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર ડિજિટલ ઇન્ડીયા અંતગર્ત મોબાઇલ વાઇ-ફાઇ નેટવર્ક અંતગર્ત ટાવર લગાવી રહી છે, તેના એપ્લિકેશન ચાર્જના રૂપમાં 740 રૂપિયા જમા કરવા પડશે. આ વાયરલ મેસેજમાં આ યોજનાનો ફાયદો ઉઠવવા મટે 740 રૂપિયા જમા કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે જ જણાવવામાં આવ્યું હતું કે આમ કરવા પર તમને એકસાથે 30 લાખ રૂપિયા મળશે. આ સાથે જ પરિવારના એક વ્યક્તિને સરકારી નોકરીના રૂપમાં 25,000 રૂપિયા દર મહિને પગાર મળશે.
PIB એ કર્યું વાયરલ મેસેજનું ફેક્ટ ચેક
પીઆઇબીએ આ વાયરલ મેસેજ (PIB Fact Check) નું ફેક્ટ ચેક કરતાં જણાવ્યું કે આ વાયરલ મેસેજ સંપૂર્ણપણે ખોટો છે. ભારત સરકારે આ પ્રકારનો કોઇ પત્ર જાહેર કર્યો નથી જેમા6 લોકોને 30 લાખ રૂપિયા અને સરકારી આપવાનો વાયદો કરવામાં આવ્યો છે. આ વાયરલ મેસેજ એક છેતરપિંડીનો પ્રયાસ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube