Central Govt Schemes: સરકાર તરફથી બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ ચાલે છે. જેમાંથી અનેક યોજનાઓ વિશે લોકોને જાણકારી સુદ્ધા નથી. આ જ કારણ છે કે લોકો ઠગાઈનો ભોગ બને છે. અનેક યોજનાઓમાં સબસિડી અને ભથ્થાનું પ્લાનિંગ પણ હોય છે. હવે મોદી સરકારની પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજના હેઠળ યુવાઓને દર મહિને 3400 રૂપિયા મળવાની વાત થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દર મહિને 3400 રૂપિયા?
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવા પર યુવાઓને દર મહિને 3400 રૂપિયા આપવામાં આવશે. આ પ્રકારની કોઈ પણ યોજનામાં રજિસ્ટ્રેશન કરાવતા પહેલા તેની પૂરતી જાણકારી હોવી જરૂરી છે. આવો જાણો આ અંગે વિસ્તૃત રીતે...


શું છે વાયરલ મેસેજ
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજમાં દાવો કરાઈ રહ્યો છે કે સરકાર તરફથી યુવાઓને દર મહિને 3400 રૂપિયાની સહાયતા કરવામાં આવશે. આ માટે પ્રધાનમંત્રી જ્ઞાનવીર યોજનામાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. મેસેજ કરનારા વ્યક્તિએ એવો દાવો પણ કર્યો છે કે તે યોજના હેઠળ 3400 રૂપિયા મળ્યા છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube