10 હજારથી વધારેના રોકડ વ્યવહાર પર લાગી શકે છે પ્રતિબંધ, PIL દાખલ

કોર્ટમાં અરજી કરનારનું માનવું છે કે 10 હજારથી વધારેના રોકડ વ્યવહાર પર પ્રતિબંધ લગાવવાથી ભ્રષ્ટાચાર પર લગામ લગાવી શકાશે
નવી દિલ્હી : ડિજિટલ ઇકોનોમીને ઉત્તેજન આપવાના ઇરાદાથી દિલ્હીની હાઇકોર્ટમાં એક પીઆઇએલ દાખલ કરવામાં આવી છે. આ જતહીત અરજીમાં માંગ કરવામાં આવી છે કે, 10 હજારથી વધારેની રોકડ વ્યવહાર પર પ્રતિબંધ લગાવવામાં આવે. અરજીકર્તાએ દિલ્હી અને કેન્દ્ર સરકારને એક મહિનાની અંદર આ મુદ્દે આદેશ બહાર પાડવા માટે જણાવ્યું છે. અરજીકર્તાઓનું માનવું છે કે 10 હજાર રૂપિયાથી વધારેની રોકડ ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવવાથી ભ્રષ્ટાચાર પર લગામ લાગશે. બ્લેકમની રાખનારાઓને પણ મોટો ફટકો પડશે. બેનામી ટ્રાન્ઝેક્શન અટકી જશે. તેમનું માનવું છે કે હાલમાં ટેરરિઝ્મ, નક્સલીઝમ, ગૈમ્બલિંગ, સ્મગલિંગ, મની લોન્ડ્રિંગ, કિડનેપિંગ જેવી ઘટનામાં ન માત્ર રોકડનો ઉપયોગ થાય છે. અટકાવ્યા બાદ આ તમામ દુર્ઘટનાઓમાં ઘટાડો પણ થશે.
મહારાષ્ટ્ર: 400 વર્ષ જૂના પ્રસિદ્ધ મંદિરના મહાપ્રસાદમાં ઝેર ભેળવવાનું ષડયંત્ર, થયો ચોંકાવનારો ખુલાસો
અરજીકર્તાએ કહ્યું કે, હાઇ ડિનોમેનેશન કરન્સીનો ઉપયોગ ખોટા કામોમાં થાય છે. જેના કારણે જરૂરી સામાન મોંઘો થઇ જાય છે. આ જ કારણ છે કે બ્લેકમનીનાં કારણે સોનું-ચાંદી અને ઘર મોંઘા છે. તેની અસર પબ્લિક ડિસ્ટ્રીબ્યુશ સિસ્ટમ (PDS) પર પણ પડે છે અને ગરીબ લોકોનાં માટે જીવવું મુશ્કેલ થઇ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા અને એડ્વોકેટ અશ્વિની ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે.
રામપુર: જૌહર યુનિવર્સિટીનો ગેટ તૂટશે, કોર્ટે આઝમ ખાનને 3 કરોડથી વધુ રકમનો દંડ ફટકાર્યો
ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....
અત્રે ઉલ્લેખનીય છે કે, નોટબંધી બાદથી રોકડ વ્યવહારોમાં ઘટાડો આવ્યો છે. જો કે જેટલો અંદાજ સરકાર લગાવી રહી હતી તેટલો ઉછાળો જોવા મળ્યો નથી. નોટબંધીની અસર હતી તેટલો સમય સુધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન થયા જો કે ત્યાર બાદ ફરીથી લોકો રોકડ વ્યવહાર તરફ આગળ વધવા લાગ્યા હતા. જેના કારણે ફરી એકવાર પહેલા જેવી જ સ્થિતી પેદા થઇ છે.