ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી.

Updated By: Jul 25, 2019, 02:04 PM IST
ઐયાશ અને લાલચુ યુવકે પ્રેમનું ખોટું નાટક ખેલી પ્રેમિકાનું એકાઉન્ટ ખોલાવ્યું, અને પછી જે કર્યું....

કોલકાતા: આમ તો કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે પરંતુ શું પ્રેમ એટલો પણ આંધળો હોય કે તે પોતાના પ્રેમી પર બધુ જ ન્યોછાવર કરી દે. આપણે પ્રેમમાં જીવવા મરવાની કસમો ખાતા હોઈએ છીએ પરંતુ જ્યારે પ્રેમના સંબંધમાં પૈસો અને લાલચ પ્રવેશી જાય છે ત્યારે તે પ્રેમ પ્રેમ રહેતો નથી. આવો જ કઈંક કિસ્સો પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો છે. જ્યાં એક પ્રેમીએ સાબિત કરી દીધુ કે પ્રેમ તેના માટે કોઈ મહત્વ ધરાવતો નથી, તેના માટે તો ફક્ત પૈસો અને ઐયાશી કે જરૂરિયાતો પૂરી કરવા માટે જરૂરી સાધનો મેળવવાનું સાધન છે પ્રેમ. 

આ ઘટના કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટની છે. ફિલ્મી અંદાજમાં એક યુવકે યુવતીને પ્રેમની જાળમાં ફસાવીને પોતાની પ્રેમિકા પાસે એક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સના માધ્યમથી પોતાની જરૂરિયાતો પૂરી કરી. આ સાથે જ પ્રેમિકાને પરેશાન કરવાનો પણ આરોપ લાગ્યો છે. યુવક ત્યારબાદ ફરાર થઈ ગયો હતો. આરોપી સુશોવન સાહા સાથે કોલેજમાં ભણતી એક વિદ્યાર્થીનીની મુલાકાત વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક શોપિંગ મોલમાં થાય છે અને ત્યારથી ધીરે ધીરે યુવકે તે યુવતીને પ્રેમ જાળમાં ફસાવવાનું શરૂ કરી દીધુ. યુવતી જ્યારે ગળાડૂબ પ્રેમમાં હતી  ત્યારે ખુબ ચાલાકીથી આરોપી પ્રેમીએ પોતાની પ્રેમિકાનું બેંક એકાઉન્ટ ખોલાવ્યું અને ત્યારબાદ ફાઈનાન્સ કરાવીને જરૂરિયાતો પૂરી કરી. 

જુઓ LIVE TV

આરોપી પ્રેમી મોંઘી મોટરસાઈકલ, ફ્રિજ, ટીવી, મોબાઈલ આ બધી વસ્તુઓ ખરીદીને પોતાના ઘર પર ડિલિવરી કરાવતો. ત્યારબાદ ઈએમઆઈ ન ચૂકવતા ફાઈનાન્સ કંપનીના લોકો પ્રેમિકાના ઘરે પહોંચી જતા અને આ ખબર મળતા જ આરોપી પ્રેમી પોતાના ઘરેથી  રફુચક્કર થઈ જાય છે. પીડિત પ્રેમિકાએ આ ઘટના બાદ કોલકાતાના એમહર્સ્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને આરોપી પ્રેમીની ધરપકડ કરી લેવાઈ. આ સાથે જ દગાબાજી કરીને તેણે ખરીદેલી તમામ વસ્તુઓ પણ કબ્જામાં લેવાઈ. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...