પહેલી મુસાફરીમાં ડોઢ કલાક મોડી પડી વંદે ભારત એક્સપ્રેસ: રાહુલે કર્યું શરમજનક ટ્વીટ
વંદે ભારત એક્સપ્રેસ યાત્રા સામાન્ય જનતા માટે ચાલુ થઇ ચુકી છે, આ ટ્રેનની આગામી 2 અઠવાડીયા સુધીની તમામ ટીકિટો બુક થઇ ચુકી છે
નવી દિલ્હી : ભારતની પહેલી હાઇ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસની સેવાઓ રવિવારે સામાન્ય જનતાને અર્પીત કરી દેવાઇ છે. તેના એક દિવસ પહેલા વારાણસીથી દિલ્હીની યાત્રા દરમિયાન આ ટ્રેનમાં ટેક્નીકલ ખામી સર્જાઇ હતી. રેલ મંત્રી પીયુષ ગોયલે ટ્વીટ કર્યું કે, વંદે ભારત એક્સપ્રેસ પોતાનાં પહેલી ટુર પર આજે સવારે દિલ્હીથી વારાણસી માટે રવાના થઇ હતી. આગામી બે અઠવાડીયા માટે ટીકિટો એડવાન્સ બુક થઇ ચુકી છે. આ ટ્રેન આજથી તમારી થઇ ગઇ. રેલવેએ કહ્યું કે, વારાણસીથી પરત ફરતા સમયે આ ટ્રેન ટૂંડલા સ્ટેશન પાર કર્યા બાદ આશરે 18 કિલોમીટર દુર રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રનાં ચમોલી સ્ટેશન પર રોકાઇ હતી.
કાશ્મીરમાં કાફલાના આવન જાવન દરમિયાન નિયમોમાં કરાયા ધરખમ ફેરફાર: DGનો નિર્ણય
વંદે ભારત ટ્રેનમાં સર્જાયેલી સમસ્યા અંગે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગત્ત રાત્રે ટ્વીટ કર્યું કે, "મોદીજી મને લાગે છે કે મેક ઇન ઇન્ડિયા પર ગંભીરતાથી પુનર્વિચાર કરવો જરૂરી છે. મોટા ભાગનાં લોકોને લાગે છે કે આ નિષ્ફળ થઇ ચુક્યું છે. હું તમને આશ્વસ્ત કરુ છું કે કોંગ્રેસ ખુબ જ ગંભીરતાથી આના પર વિચાર કરી રહ્યું છે કે આ કઇ રીતે થશે. "
પુલવામા કૃત્ય સમગ્ર દેશ પર હુમલો, PAKને મુંહતોડ જવાબ આપવો જરૂરી: કેજરીવાલ
રાહુલ ગાંધીના સવાલોનો જવાબ આપતા રેલમંત્રી ગોયલે ટ્વીટ કર્યું કે, "આ શરમજનક છે કે તમે ભારતીય એન્જિનિયર્સ, ટેક્નીકલ નિષ્ણાંતો અને શ્રમીકોની આકરી મહેનત અને પ્રતિભા પર હૂમલો કર્યો છે. આ પ્રકારની માનસિકતા બદલવાની જરૂર છે. મેક ઇન ઇન્ડિયા સફળ છે અને કરોડો ભારતીયોના જીવનનો હિસ્સો છે. તમારા પરિવાર પાસે વિચારવા માટે 6 દશક હતા, શું આટલા પુરતા નહોતા ? '
VIDEO: પુલવામા હુમલા વિરુદ્ધ લંડનમાં પણ લોકો રસ્તા પર ઉતર્યા, પાક. પર ફિટકાર
ટ્રેનમાં પહેલા દિવસે જ થયેલી સમસ્યા અંગે અધિકારીઓએ કહ્યું કે, ટ્રેનનાં બાહ્ય હિસ્સામાં કદાચ કંઇક લાગી જવાનાં કારણે અંતિમ ચાર ડબબ્બા અને બાકીની ટ્રેન વચ્ચે સંપર્કમાં સમસ્યા થઇ રહી હતી. ત્યાર બાદ બ્રેક લગાવવામાં આવી. ખામી માટે ટ્રેનની તપાસ કરવામાં આવી અને તે દિલ્હી રવાના કરવામાં આવી. ટ્રેન-18ને હાલમાં જ નવુ નામ વંદે ભારત એક્સપ્રેસ આપવામાં આવ્યું હતું.
પુલવામા કાવત્રા માટે આખી ટીમ જરૂરી, સુરક્ષામાં પણ હતી ખામી: RAW પૂર્વ ચીફ
રજનાના દિવસે પણ સ્ટેશ પર હાજર રહેશે અધિકારી
ખાસ વાત એ છે કે વીવીઆઇપી ટ્રેનનું સંચાલન થઇ રહ્યું હોવાનાં કારણે અવકાશનાં રેલ્વે સ્ટેશન પર અધિકારીઓ હાજર રહ્યા હતા. પહેલા દિવસની મુસાફરી દરમિયાન નવી દિલ્હીથી વારાણસી અને અહીંથી પરત ફરવામાં ટ્રેનમાં મોટા ભાગનું બુકિંગ પ્રયાગરાજ સુધીનું જ થયું હતું.