પુલવામા કૃત્ય સમગ્ર દેશ પર હુમલો, PAKને મુંહતોડ જવાબ આપવો જરૂરી: કેજરીવાલ

પુલવામા હુમલો એક કાયરતાપુર્ણ કૃત્ય છે, આજે ન માત્ર આપ પરંતુ સમગ્ર દેશ સરકાર અને વડાપ્રધાનની પડખે ઉભા છે

પુલવામા કૃત્ય સમગ્ર દેશ પર હુમલો, PAKને મુંહતોડ જવાબ આપવો જરૂરી: કેજરીવાલ

ગોહાના : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે પુલવામાં આતંકવાદી હૂમલાને દેશ પરનો હૂમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ સમય પાકિસ્તાનને આકરો જવાબ આપવાનો છે. કેજરીવાલ અહીં સીઆરપીએફનાં તે જવાનોને શ્રદ્ધાંજલી અર્પીત કરવા માટે આવ્યા હતા. જેઓ ગુરૂવારે જમ્મુ કાશ્મીરનાં પુલવામાં આતંકવાદી હૂમલામાં શહીદ થયા હતા. 

કેજરીવાલે કહ્યું કે, પુલવામાં હૂમલો એક કાયરતાપુર્ણ કૃત્ય છે. આ હૂમલો માનવતાની વિરુદ્ધનું છે. પાકિસ્તાનની આદર છદ્મ રીતે હૂમલાઓ કરવાની છે. જો કે  દુશ્મનનો મુકાબલો છદ્મ રીતે કરવાનું આપણા લોહીમાં જ નથી. કારણ કે આપણે દુશ્મ સામે સીધુ જ યુદ્ધ કરવા ટેવાયેલા છીએ. તેમણે કહ્યું કે, સમગ્ર દેશ એક છે અને પાકિસ્તાનને એક મુંહતોડ જવાબ આપવો જોઇએ. 

સમગ્ર દેશ કેન્દ્ર સરકાર અને સુરક્ષાદળોની સાથે છે
આપના રાષ્ટ્રીય સંયોજકે કહ્યું કે, પાકિસ્તાન વિચારે છે કે તે આવા હૂમલાઓ કરી શકે છે અને કંઇ જ નહી થાય. જો કે હવે તેને આકરો જવાબ આપવાનો સમય આવી ચુક્યો છે. આ દેશ પરનો હુમલો છે. આપણે ચુપ બેસી શકીએ તેમ નથી. આ સમયે સમગ્ર દેશ કેન્દ્રની સરકાર, વડાપ્રધાન અને સુરક્ષાદળોની સાથે છે. 

આ મંચથી અમે વડાપ્રધાનને કહેવા માંગીએ છીએ કે, સમગ્ર દેશ તમારા સમર્થનમાં છે. આ સમય રાજનીતિનો નથી, આપણે બધાએ એક થવાનો છે. પાકિસ્તાનને ખબર પડવી જોઇએ કે આપણે પણ તેના દાંત ખાટા કરી શકીએ છીએ. તેમણે કહ્યું કે, એક જવાનની માં કેંસર પીડિત છે અને કેટલાક સૈનિકોએ તેના પરિવારને સારસંભાળ રાખવાની હતી. તેમનું બલિદાન વ્યર્થ ન જવું જોઇએ, નહી તો આ તેમનાં પરિવાર અને દેશ સાથે વિશ્વાસ ઘાત કહેવાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news