Monsoon Session: સંસદની મર્યાદાના લીરેલીરા, પિયુષ ગોયલે કહ્યું- હંગામો મચાવનારા સાંસદો પર કડક કાર્યવાહી થવી જોઈએ
સંસદનું ચોમાસુ સત્ર પુરૂં થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. બુધવારે લોકસભામાં કોઈ કામકાજ થયું નહીં. જ્યારે રાજ્યસભામાં ઓબીસી અનામત સંશોધન બિલ પસાર થયું. આ ઉપરાંત વીમા કારોબાર, રાષ્ટ્રીય ભારતીય આયુર્વિજ્ઞાન પ્રણાલી આયોગ, અને રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ બિલ પણ રાજ્યસભામાં પાસ થયા.
નવી દિલ્હી: સંસદનું ચોમાસુ સત્ર પુરૂં થઈ ગયું છે. લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરાઈ છે. બુધવારે લોકસભામાં કોઈ કામકાજ થયું નહીં. જ્યારે રાજ્યસભામાં ઓબીસી અનામત સંશોધન બિલ પસાર થયું. આ ઉપરાંત વીમા કારોબાર, રાષ્ટ્રીય ભારતીય આયુર્વિજ્ઞાન પ્રણાલી આયોગ, અને રાષ્ટ્રીય હોમિયોપેથી આયોગ બિલ પણ રાજ્યસભામાં પાસ થયા. ચોમાસુ સત્ર નિર્ધારિત સમય કરતા બે દિવસ પહેલા પૂરું થઈ ગયું. રાજ્યસભામાં આજે બંધારણ (127મું) સુધારા બિલ 2021ના પાસ થયા બાદ હંગામો મચ્યો હતો. ત્યારબાદ સદનમાં હાથાપાઈની ઘટના પણ ઘટી
સદનની કાર્યવાહી સ્થગિત થઈ તે પહેલા રાજ્યસભામાં પિયુષ ગોયલે સત્ર દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા કરાયેલા હંગામા પર પોતાની વાત રજુ કરી. પિયુષ ગોયલે કહ્યું કે વિપક્ષના સાંસદોએ સદનની અંદર જે પ્રકારે આચરણ કર્યું તેવું કદાચ જ ક્યારેય જોવા મળ્યું હોય.
CII ની વાર્ષિક બેઠકમાં બોલ્યા PM Modi- સરકાર રાષ્ટ્રહિતમાં મોટા જોખમ ઉઠાવવા તૈયાર
સ્પેશિયલ કમિટી બનાવીને કડક કાર્યવાહી કરવી જોઈએ
વિપક્ષ પર ગંભીર આરોપ લગાવતા પિયુષ ગોયલે એવી પણ માગણી કરી કે ચેરમેને એક સ્પેશિયલ કમિટી બનાવવી જોઈએ અને રાજ્યસભામાં જે રીતે હંગામો કરાયો છે તેની પૂરેપૂરી રીતે તપાસ થવી જોઈએ અને આ મામલે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. જેથી કરીને આગળ જઈને કોઈ સભ્ય સદનનું આ પ્રકારે અપમાન ન કરે. ગોયલની આ માંગણી બાદ રાજ્યસભામાં વંદે માતરમ ગીત ગૂંજ્યું અને સદનની કાર્યવાહી અનિશ્ચિતકાળ માટે સ્થગિત કરી દેવામાં આવી.
OBC Bill: લોકસભા બાદ હવે રાજ્યસભામાં પણ ઓબીસી અનામત સંશોધન બિલ પાસ થઈ ગયું, સમગ્ર વિપક્ષે આપ્યો સાથ
વિપક્ષી સભ્યોનો આરોપ હતો કે આ બિલ જનવિરોધી છે અને દેશની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડશે. વિપક્ષી સભ્યોએ આરોપ લગાવ્યો કે વીમા કંપનીઓને ફાયદો પહોંચાડવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. આ અગાઉ મંગળવારે વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાં ખુબ હોબાળો મચાવ્યો હતો. કેટલાક સભ્યો સદનના અધિકૃત મેજ પર ચડી ગયા હતા અને ત્યાં બેસીને નારેબાજી કરવા લાગ્યા હતા. કોંગ્રેસના સાંસદ પ્રતાપ સિંહ બાજવાએ તો સદનની રૂલ બૂક જ ફેંકી દીધી હતી.
ત્યારબાદ માર્શલને પણ બોલાવવા પડ્યા. વિપક્ષનો આરોપ છે કે અનેક સાંસદોને ઈજા થઈ છે.આ ઘટના બાદ સદનની કાર્યવાહી દિવસભર માટે સ્થગિત કરવી પડી હતી.
યુદ્ધ જેવો માહોલ
હોબાળા બાદ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે આજે સદનમાં સરકારનું વર્તન ઠીક નહતું. સદનમાં અમારી વિરુદ્ધ માર્શલનો ઉપયોગ કરાયો. મહિલાઓ સાથે ખરાબ વર્તન થયું. એવું લાગતું હતું જાણે યુદ્ધ થવાનું છે. આથી અમે સદનની કાર્યવાહીમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો અને વોકઆઉટ કર્યું.
શરદ પવારનો મોટો આરોપ
એનસીપી નેતા શરદ પવારે કહ્યું કે મે મારી 55 વર્ષની સંસદીય રાજનીતિમાં આજ સુધી આવું ક્યારેય જોયુ નથી. 40થી 50 માર્શલ બોલાવીને સાંસદો સાથે દુર્વ્યવ્હાર કરવામાં આવ્યો. જ્યારે સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ આ આરોપો ફગાવતા કહ્યું કે વિપત્રના નેતાઓએ માર્શલ સાથે દુર્વ્યવ્હાર કર્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube