CII ની વાર્ષિક બેઠકમાં બોલ્યા PM Modi- સરકાર રાષ્ટ્રહિતમાં મોટા જોખમ ઉઠાવવા તૈયાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ની વાર્ષિક બેઠકમાં કહ્યું કે આત્મનિર્ભર  ભારત અભિયાનની સફળતાની ઘણી ખરી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે.

CII ની વાર્ષિક બેઠકમાં બોલ્યા PM Modi- સરકાર રાષ્ટ્રહિતમાં મોટા જોખમ ઉઠાવવા તૈયાર

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII) ની વાર્ષિક બેઠકમાં કહ્યું કે આત્મનિર્ભર  ભારત અભિયાનની સફળતાની ઘણી મોટી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. આ બેઠકનો વિષય 'India@75: Government and Business Working Together for #AatmaNirbharBharat' છે. 

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે CII ની આ બેઠક આ વખતે 75માં સ્વતંત્રતા દિવસના માહોલમાં, આઝાદીના અમૃત મહોત્સવ વચ્ચે થઈ રહી છે. ભારતીય ઉદ્યોગ જગતના નવા સંકલ્પો, નવા લક્ષ્યો માટે આ ખુબ મોટો અવસર છે. આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની ઘણી ખરી જવાબદારી ભારતીય ઉદ્યોગો પર છે. 

તેમણે કહ્યું કે આજનું નવું ભારત, નવી દુનિયા સાથે ચાલવા માટે તૈયાર છે. તત્પર છે. જે ભારત એક સમયે વિદેશી રોકાણથી આશંકિત હતું તે આજે દરેક પ્રકારના રોકાણનું સ્વાગત કરી રહ્યું છે. ભારતમાં બનેલા પ્રોડક્ટ્સના મહત્વ પર વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે આજે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. આજે દેશવાસીઓની ભાવના, ભારતમાં બનેલી પ્રોડક્ટ્સ સાથે છે. કંપની ભારતીય હોય તે જરૂરી નથી. પરંતુ આજે દરેક ભારતીય ભારતમાં બનેલા પ્રોડક્ટ્સ અપનાવવા માંગે છે. 

તેમણે કહ્યું કે એક સમય હતો કે જ્યારે આપણને એવું લાગતું હતું કે જે કઈ પણ વિદેશી છે તે સારું છે. આ સાઈકોલોજીનું પરિણામ શું આવ્યું તે તમારા જેવા ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ સારી પેઠે જાણે છે. આપણી પોતાની બ્રાન્ડ પણ જે આપણે વર્ષોની મહેનત બાદ ઊભી કરી હતી તેને વિદેશી નામોથી જ પ્રચારિત કરવામાં આવતી હતી. 

બદલાતા દૌરમાં યુવાઓમાં વધેલી હિંમતને બિરદાવતા પીએમ મોદીએ કહ્યું કે આજે ભારતના યુવાઓ જ્યારે મેદાનમાં ઉતરે છે ત્યારે તેમનામાં એ ખચકાટ નથી હોતો. તેઓ મહેનત કરવા માંગે છે. તેઓ રિસ્ક લેવા માંગે છે. તેઓ પરિણામ લાવવા માંગે છે. હા અમે આ જગ્યા સાથે સંબંધ ધરાવીએ છીએ. આ ભાવ આજે અમે આપણા યુવાઓમાં જોઈ રહ્યા છીએ. આ પ્રકારનો આત્મવિશ્વાસ આજે ભારતના સ્ટાર્ટઅપ્સમાં છે. 

જીએસટી લાગૂ કરવાના નિર્ણય પર પીએમ મોદીએ કહ્યું કે આજે દેશમાં એ સરકાર છે જે રાષ્ટ્રહિતમાં મોટામાં મોટું જોખમ ઉઠાવવા માટે તૈયાર છે. જીએસટી આટલા વર્ષો સુધી અટક્યું કારણ કે જે પહેલા સરકારમાં હતા તેઓ પોલિટિકલ રિસ્ક લેવાની હિંમત ભેગી કરી શક્યા નહીં. અમે GST માત્ર લાગૂ નથી કર્યો પરંતુ આજે અમે રેકોર્ડ GST કલેક્શન થતું પણ જોઈએ છીએ. 

મેક ઈન ઈન્ડિયાની સાથે સાથે એક્સપોર્ટ અને રોજગારને ગતિ આપવા માટે દેશે પ્રભાવી PLI સ્કિમ પણ શરૂ કરી છે. આ તમામ રિફોર્મ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે આજે દેશમાં જે સરકાર છે તે રિફોર્મ કમ્પલસનમાં નથી કરી રહી પરંતુ તે અમારા માટે કન્વિક્શનનો વિષય છે. 

ઈઝ ઓફ લિવિંગમાં વધારો- પીએમ મોદી
પ્રધાનમંત્રીએ કહ્યું કે આપણી ઈન્ડસ્ટ્રી પર દેશના વિશ્વાસનું જ પરિણામ છે કે આજે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ વધી રહ્યો છે અને ઈઝ ઓફ લિવિંગમાં વધારો થઈ રહ્યો છે. કંપનીઝ એક્ટમાં કરાયેલા ફેરફાર તેનું મોટું ઉદાહરણ છે. 

અત્રે જણાવવાનું કે સીઆઈઆઈની વાર્ષિક બેઠક 2021 બે દિવસ માટે 11-12 ઓગસ્ટના રોજ આયોજિત કરાઈ છે. આ બેઠકમાં વિશેષ આંતરરાષ્ટ્રીય અતિથિ વક્તા તરીકે સિંગાપુરના ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર અને આર્થિક નીતિઓ માટે સમન્વય મંત્રી હેંગ સ્વી કીતનું પણ સંબોધન છે. આ વાર્ષિક આયોજનમાં અનેક મંત્રીગણ, વરિષ્ઠ અધિકારીઓ, શિક્ષણવિદ, અને ભારતીય ઉદ્યોગ જગતના પ્રમુખ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news