Grah Gochar in 2022: જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલમાં પરિવર્તન અને ગોચરનો સમય નક્કી છે. જ્યારે પણ આ ગોચર કરે છે અથવા વક્રી ચાલ ચાલે છે, તેની અસર તમામ રાશિવાળા પર પડે છે. વર્ષ 2022 ના 8 મહિનાથી વધુનો સમય પસાર થઇ ગયો છે અને બચેલા સાડા ત્રણ મહિનામાં અહમ ગ્રહ ગોચર હશે. આ દરમિયાન સૂર્ય, બુધ, શુક્ર અને મંગળ ગ્રહ રાશિ બદલશે. તો બીજી તરફ શનિ ગ્રહ માર્ગી હશે. તેની ખૂબ જ શુભ અસર કેટલીક રાશિ પર પડશે. આ જાતકોને ખૂબ પૈસા અને સફળતા મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

4 રાશિવાળા માટે શુભ છે ડિસેમ્બર 2022 સુધીનો સમય 
મિથુન- મિથુન રાશિવાળા માટે સપ્ટેમ્બર મહિનાના બાકી દિવસો અને ત્યારબાદ ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર સુધીનો સમય ખૂબ જ શાનદાર રહેશે. તેનું પ્રમોશન થઇ શકે છે. આવક વધશે. કોઇ ઉપલબ્ધિ તમારું દિલ ખુશ કરી દેશે. 

Solar જનરેટરથી ચાલશે TV થી માંડીને Laptop, લાઇટ જતી રહેશે તો પણ બંધ નહી થાય કામ


વૃશ્વિક
વર્ષ 2022 નો બાકી સમય વૃશ્વિક રાશિવાળા માટે ખૂબ શુભ રહેશે. આ રાશિવાળા માટે સૂર્ય અને શુક્રનું ગોચર ખૂબ જ શુભ ફળ આપશે. પૈસા કમાવવાના નવા રસ્તા બનશે. તેમની આવક વધશે. બિઝનેસમેન પોતાનો બિઝનેસ ફેલાવવા અને વધુ ફાયદો કમાવવામાં સફળ રહેશે. વિદેશથી લાભ થશે. 


ધન
ધન રાશિવાળા માટે શુક્ર અને સૂર્યનું ગોચર શુભ ફળ આપશે. આ ગ્રહ તેમને કેરિયરમાં મોટી સફળતા અપાવશે. વેપારમાં ખૂબ લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળશે અને સેલરી વધશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. ઘર, ગાડી ખરીદવાનો પ્રબળ યોગ છે. 


મીન
મીન રાશિવાળા માટે મંગળ અને બુધ ગ્રહનું રાશિ પરિવર્તન લાભ આપશે. આ ઉપરાંત સ્વરાશિ મીનમાં વક્રી ગુરૂ પણ શુભ સાબિત થશે. આ જાતકોને કામકાજનો લાભ થશે. કેરિયર અને વેપારમાં મોટો લાભ થઇ શકે છે. ફસાયેલા પૈસ મળશે. આર્થિક સ્થિતિ સારી થશે. અત્યાર સુધી ચાલી રહેલી સમસ્યાઓમાંથી રાહત મળશે. 



(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube