નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ સૂચના આપવા અનુરોધ કરવામાં આવ્યો છે કે રાજકીય દળના બે બાળકોના નિયમનું પાલન કરો અને બેથી વધારે સંતાનવાળા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે નહીં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અરજીની સુનાવણી માટે આવતા અઠવાડીએ લિસ્ટેડ કરવામાં આવી શકે છે. તેમાં બે બાળકોના નિયમને સરકારી નોકરીઓ, સહાયતા તેમજ સબ્સિડી માટે અનિવાર્ય શરત જાહેર કરે તથા પ્રદેશ સ્તરીય અથવા રાષ્ટ્રીય દળની માન્યતાની શરતથી સંબંધિત કાયદામાં ઉપયુક્ત ફરેફાર કરવાની માંગ પણ કરી છે.


વધુમાં વાંચો: રાજસ્થાન: અનામતની માગના બીજા દિવસે પણ ગુર્જર આંદોલન શરૂ, 7 ટ્રેનનો રૂટ બદલાયો


ભાજપના નેતા અને વકિલ અશ્વિન ઉપાધ્યાયે આ અરજી દાખલ કરી છે. તેમણે કહ્યું કે આ નિયમનું પાન નહી કરવા પર મતાધિકાર તેમજ ચૂંટણી લડવાના અધિકારો સહિત નાગરિકોને બંધારણીય અધિકારો પાછા ખેંચી લેવામાં આવે.


જણાવી દઇએ કે કંઇક આવું જ નિવેદન યોગગુરુ રામદેવએ પણ થોડા દિવસ પહેલા આપ્યું હતું. હમંશા વધતી જનસંખ્યા પર ચિંતા જાહેર કરનાર યોગ ગુરૂ રામદેવે કહ્યું હતું કે જેમના બેથી વધારે બાળકો હોય, તેમને મતાધિકાર અને સરકારી નોકરી આપવી જોઇએ નહીં.


વધુમાં વાંચો: આજે અરૂણાચલ પ્રદેશ અને ત્રિપુરાના પ્રવાસે PM મોદી, ઘણી યોજનાઓની આપશે ભેટ


વધતી જનસંખ્યાને જોતા આ રીતના એક્શનની જરૂરિયાત પર બોલતા રામદેવે કહ્યું હતું કે, દેશની આઝાદીના નિયંત્રિત કરવા માટે એવા લોકોનું મતાધિકાર, સરકારની નોકરી અને સરાકરી મેડિકલ સુવિધા આપવી જોઇએ નહી કે બેથી વધારે બાળકો હોય.


આ સાથે જ યોગ ગુરૂ રામદેવે કહ્યું, આવા લોકોને ચૂંટણી લડાવા દેવી જોઇએ નહીં. સરકારી સ્કૂલોમાં દાખલો આપવા જોઇએ નહીં. સરકારી હોસ્પિટલમાં ઉપચાર અને સરકારી નોકરીઓ મળવી જોઇએ નહીં.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...