Video: ફ્લાઇટમાં પહોંચેલા ISRO ચીફને જોઈને ખુશીનો માહોલ, એર હોસ્ટેસે લીધી સેલ્ફી
કે સિવનના ફ્લાઇટમાં પહોંચ્યા બાદ જે નજારો હતો, તે હવે સોશિયલ મીડિયાથી લઈને ટીવી પર વાયરલ થઈ રહ્યો છે. કે સિવનનો આ વીડિયો ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)ના પ્રમુખ કે સિવને તે સમયે બધાને ચોંકાવી દીધા, જ્યારે તે હાલમાં એક ઈન્ડિગો ફ્લાઇટમાં ઉડાન ભરવા પહોંચ્યા હતા. તેમને જોઈને બધા ચોંકી ગયા અને લોકો માટે આ એક સરપ્રાઇઝ હતું. કે સિવન જ્યારે ફ્લાઇટમાં પહોંચ્યા તો સ્ટાફ અને યાત્રિકો દ્વારા ઇસરો ચીફનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
કે સિવનના ફ્લાઇટમાં પહોંચ્યા બાદ જે નજારો હતો, તે હવે સોશિયલ મીડિયાથી લઈને ટીવી પર વાયરલ થઈ રહ્યો છે. કે સિવનનો આ વીડિયો ઘણા લોકો દ્વારા શેર કરવામાં આવ્યો, જે હવે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઇસરોના અધ્યક્ષને તમામ એર હોસ્ટેસની વચ્ચે જોઈ શકાય છે. તમામ એર હોસ્ટેસ તેમની સાથે સેલ્ફી લઈ રહી છે. ત્યારબાદ સિવન લોકોનો આભાર વ્યક્ત કરે છે અને હસીને પોતાની સીટ તરફ આગળ વધે છે.
કે સિવને માત્ર સાગદી નહીં, પરંતુ બિઝનેસ ક્લાસ છોડીને ઇકોનોમીમાં સફર કરવી ત્યાં હાજર રહેલા લોકોનું દિલ જીતી લીધું હતું. તમને જણાવી દઈએ કે સિવને લાખો લોકોનું દિલ ત્યારે જીતી લીધું હતું જ્યારે સન ટીવીના ઇન્ટરવ્યૂમાં જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, તે સૌથી પહેલા એક ભારતીય છે.
તેમને સવાલ કરવામાં આવ્યો હતો કે તમે તમિલ રાષ્ટ્રથી છો અને એક મોટુ પદ તમે મેળવ્યું છે તો તમે તમિલનાડુના લોકોને શું કહેવા ઈચ્છો છો? તો તેના પર તેમણે કહ્યું કે, તે સૌથી પહેલા ભારતીય છે. તેમણે કહ્યું હતું, 'તે ઇસરોમાં ભારતીય હોવાને નામે સામેલ થયા છે. ઇસરો એક એવી જગ્યા છે જ્યાં તમામ ક્ષેત્રો અને ભાષાઓના લોકો કામ કરે છે અને યોગદાન આપે છે.'