નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરાનો ખુલાસો થયો છે. ઇમેલની તપાસ એનઆઇએને સોંપવામાં આવી છે. ગુપ્તચર સૂત્રોના હવાલેથી પ્રધાનમંત્રી મોદીને જાનથી મારવાની ધમકી આપવાનો વિચિત્ર મામલો સામે આવ્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને ધમકીભર્યો ઇમેલ મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઇમેલમાં કહેવામાં આવી 20 સ્લીપર સેલ હોવાની વાત
ઇમેલ કરનારે કહ્યું કે તે આત્મહત્યા કરી રહ્યો છે, જેથી આ ષડયંત્રનો પર્દાફાશ ન થઇ શકે. પ્રધાનમંત્રી મોદીને મારવા માટે તૈયાર છે. તેમની પાસે 20 સ્લીપર સેલ છે. કુલ 20 કિલો આરડીએક્સ છે. 


મેલ લખનાર અનેક આતંકવાદીઓ સાથે સંબંધ!
મેલના અનુસાર હુમલાની યોજના તૈયાર થઇ ચૂકી છે. મેલમાં કહેવામાં આવ્યું છે કે મેલ લખનારના ઘણા આતંકવાદીઓ સાથે સંબંધ છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ધમકીભર્યો ઇમેલ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓને પણ મોકલવામાં આવ્યો છે. જેના મેલ આઇડીથી મોકલવામાં આવ્યો છે. ઇમેલ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીની મુંબઇ બ્રાંચને આવ્યો છે. 


સુરક્ષાબળોને કરવામાં આવ્યા એલર્ટ
તમને જણાવી દઇએ કે મોદીની હત્યાનું કાવતરું રચવાનો ખુલાસો થયા બાદ સુરક્ષાબળોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઇમેલ મોકલનારને શોધી કાઢવામાં આવ્યા છે.