PM મોદીની જાહેરાત, PM SHRI યોજના અંતગર્ત 14,500 સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ
PM-SHRI Yojana: #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે - પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.
PM-SHRI Yojana: આજે, શિક્ષક દિવસના અવસરે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ દેશભરમાં 14,500 શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી છે. PM એ શાળાઓમાં શિક્ષણ આપવાની આધુનિક, પરિવર્તનકારી અને સર્વગ્રાહી રીત હશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે NEPની ભાવના અનુસાર, PM-શ્રી સ્કૂલ સમગ્ર ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભ આપશે.
પીએમ મોદીએ કહ્યું કે પીએમ-શ્રી સ્કૂલોમાં શિક્ષણ પુરૂ પાડવાની એક આધુનિક, પરિવર્તનકારી અને સમગ્ર રીત હશે. નવીન ટેક્નોલોજી, સ્માર્ટ ક્લાસરૂમ, રમત ગમત અને અન્ય સહિત આધુનિક ઇંફ્રા પર પણ ધ્યાન આપવામાં આવશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિએ તાજેતરના વર્ષોમાં શિક્ષણ ક્ષેત્રને બદલી નાખ્યું છે. મને વિશ્વાસ છે કે પીએમ-શ્રી સ્કૂલ એનઇપીની ભાવના સાથે ભારતમાં લાખો વિદ્યાર્થીઓને લાભન્વિત કરશે.
Demographic Change: ચેતી જજો! ભવિષ્યના આર્થિક સંકટથી, માત્ર 14% ભારતીયો જ બચી શકશે
પ્રધાનમંત્રી ટ્વીટ કરીને પાઠવી શુભેચ્છા
"આજે, #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે - પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.
KWK: કેટરીનાએ સુહાગરાત વિશે કરી આ વાત, તો લ્યો બોલો... આલિયા પાસે સુહાગરાત માટે સમય નથી
પીએમ મોદીએ આગળ કહ્યું કે યુવા દિગામને આકાર આપવા માટે આપણે શિક્ષકોના આભારી છીએ. આપણા શિક્ષકોએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) તૈયાર કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. પીએમએ આ પહેલાં ટ્વીટ કરીને શિક્ષક દિવસની શુભેચ્છા પાઠવી. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે ''શિક્ષક દિવસની શુભેચ્છા, ખાસકરીને તે તમામ મહેનતી શિક્ષકોને, જે યુવા મનમાં શિક્ષણની ખુશી ફેલાવે છે. હું દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. એસ રાધાકૃષ્ણન (Sarvepalli Radhakrishnan) ને પણ તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube